ક્રિકેટ/ આઇસીસીએ ન્યુઝીલેન્ડને ગણાવી વર્લ્ડની બેસ્ટ ટેસ્ટ ટીમ

આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા બદલ ન્યુઝીલેન્ડની ટીમને અભિનંદન પાઠવ્યા

Sports
test આઇસીસીએ ન્યુઝીલેન્ડને ગણાવી વર્લ્ડની બેસ્ટ ટેસ્ટ ટીમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ સાઉથમ્પ્ટનના હેમ્પશાયર બાઉલમાં ભારતને હરાવીને  આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા બદલ ન્યુઝીલેન્ડની ટીમને અભિનંદન પાઠવ્યા છે. 2000 પછી ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ માટેની આ પ્રથમ મોટી આઇસીસી ટ્રોફી છે. અવિશ્વસનીય મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને બીજી ઇનિંગમાં 170 રને આઉટ કરી અને ત્યારબાદ ખિતાબનો દાવો કરવા માટેના 139 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો અને મેચ જીતી હતી પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી કિવિ ટીમને વિશ્વની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ માનવા તૈયાર નથી, પરંતુ આઈસીસીના કાર્યકારી સીઈઓએ ન્યૂઝીલેન્ડની ટીમને વિશ્વની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ ગણાવી છે.

આઇસીસીના કાર્યકારી સીઇઓ જયોફ એલ્લાર્ડિસે કહ્યું, હું વિશ્વની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ બનવા માટે જરૂરી કુશળતા અને સ્વભાવ દર્શાવનારા બ્લેક કેપ્સ (ન્યુઝીલેન્ડ) ના પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનને અભિનંદન આપવા માંગુ છું. સાથે  ભારતીય ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જેમણે ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે સતત સારી કામગીરી બજાવી હતી અને તે જીતની નજીક આવી હતી. બંને ટીમોએ તેમનો પર્ફોમન્સ બતાવ્યો  હતો અને તે ટેસ્ટ ક્રિકેટનો એક ઉત્તમ મેચ હતી જે વિશ્વભરના ક્રિકેટ ચાહકોની યાદોમાં લાંબા સમય સુધી જીવંત રહેશે, સાથે સાથે એક મહાન ભાવના સાથે રમયા જે ટીમો વચ્ચેના પરસ્પર આદરને પ્રકાશિત કરશે. “