Not Set/ ટી-૨૦ ક્રિકેટમાં ૪ ઓવર અને માત્ર ૧ રન… પાક. આ ઝડપી બોલરે અશક્યને શક્ય કરી રચ્યો ઈતિહાસ

પેરિસ, પાકિસ્તાનના સૌથી ટોલેસ્ટ ઝડપી બોલર મોહમ્મદ ઈરફાને ટી-૨૦ ક્રિકેટમાં એક ઈતિહાસ રચીને રેકોર્ડ પોતના નામે કર્યો છે. આ રેકોર્ડ છે ટી-૨૦ ક્રિકેટમાં ૪ ઓવરના માર્યાદિત સ્પેલમાં સૌથી ઓછા રન આપવાનો. મોહમ્મદ ઈરાફ્ને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં બાર્બાડોસ ટ્રાઇડન્ટ તરફથી રમતા આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ઈરફાને શનિવાર રાત્રે રમાયેલી ટી-૨૦ મેચમાં ૪ ઓવરમાં માત્ર […]

Trending Sports
26irfan ટી-૨૦ ક્રિકેટમાં ૪ ઓવર અને માત્ર ૧ રન... પાક. આ ઝડપી બોલરે અશક્યને શક્ય કરી રચ્યો ઈતિહાસ

પેરિસ,

પાકિસ્તાનના સૌથી ટોલેસ્ટ ઝડપી બોલર મોહમ્મદ ઈરફાને ટી-૨૦ ક્રિકેટમાં એક ઈતિહાસ રચીને રેકોર્ડ પોતના નામે કર્યો છે. આ રેકોર્ડ છે ટી-૨૦ ક્રિકેટમાં ૪ ઓવરના માર્યાદિત સ્પેલમાં સૌથી ઓછા રન આપવાનો.

મોહમ્મદ ઈરાફ્ને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં બાર્બાડોસ ટ્રાઇડન્ટ તરફથી રમતા આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ઈરફાને શનિવાર રાત્રે રમાયેલી ટી-૨૦ મેચમાં ૪ ઓવરમાં માત્ર ૧ રન આપ્યો હતો અને બે વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનના ઝડપી બોલરના કુલ ૨૪ બોલમાંથી ૨૩ બોલ પર એક પણ રન થઇ શક્યો ન હતો. તેઓના સ્પેલનો આંકડો ૪-૩-૧-૨ રહ્યો હતો. ઈરફાને વિરોધી ટીમના ક્રિશ ગેલ અને ઇર્વિન લુઇસને પેવેલિયનમાં મોકલ્યા હતા.

જો કે ઇરફાનનો આ મેજિક સ્પેલ પોતાની ટીમને વિજય અપાવી શક્યો ન હતો. બાર્બાડોસની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓઅવ્રમાં ૧૪૭ રન બનાવ્યા હતા. ૧૪૮ રનના જવાબમાં કીટ્સની ટીમે આ ટાર્ગેટ ૪ વિકેટ ગુમાવી ૧૮.૫ ઓવરમાં હાંસલ કર્યું હતું.

આ મેચ બાદ ઈરફાને કહ્યું, “હું મારા પ્રદર્શનથી ખુશ છું, પણ જો મારી ટીમને વિજય મળ્યો હોત તો વધુ ખુશી પ્રાપ્ત થઇ શકતી હતી.  પરંતુ ટી-૨૦ ક્રિકેટમાં સૌથી ઓછા રન આપવાનો સ્પેલ ફેંકીને હું ઘણો ખુશ છું”.