Cricket/ ICC એ જાહેર કર્યો મહિલા ક્રિકેટ વિશ્વ કપનો કાર્યક્રમ, જુઓ

કોરોનાવાયરસનં કહેર વચ્ચે હવે મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઇ ગઇ છે, ત્યારે મહિલા ક્રિકેટ પણ કેવી રીતે પાછળ રહે. જી હા હવે મહિલા ક્રિકેટ પણ શરૂ થવા જઇ રહી છે…

Top Stories Sports
1st 8 ICC એ જાહેર કર્યો મહિલા ક્રિકેટ વિશ્વ કપનો કાર્યક્રમ, જુઓ

કોરોનાવાયરસનં કહેર વચ્ચે હવે મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઇ ગઇ છે, ત્યારે મહિલા ક્રિકેટ પણ કેવી રીતે પાછળ રહે. જી હા હવે મહિલા ક્રિકેટ પણ શરૂ થવા જઇ રહી છે. જણાવી દઇએ કે, આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

1st 9 ICC એ જાહેર કર્યો મહિલા ક્રિકેટ વિશ્વ કપનો કાર્યક્રમ, જુઓ

International Cricket Council એ મંગળવારે વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 31 મેચ છે. પ્રથમ મેચ 4 માર્ચ, 2022 નાં રોજ વેલિંગ્ટનનાં બેસિન રિઝર્વે અને તેની ફાઈનલ 3 એપ્રિલ, 2022 નાં રોજ ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચનાં હેગલી ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ મહિલા ક્રિકેટ ટીમો ભાગ લેશે. કોરોનાવાયરસ પછીની આ મહિલા ક્રિકેટની પહેલી ઇવેન્ટ છે. આ પહેલા માર્ચ 2020 માં ઓસ્ટ્રેલિયામાં મહિલા ટી-20 વર્લ્ડ કપ યોજાયો હતો. સેમી ફાઇનલ મેચ 30 અને 31 માર્ચે યોજાવાની છે, જ્યારે ફાઇનલ 3 એપ્રિલ એટલે કે રવિવારે રમાશે.

આ પ્રસંગે ભારતીય મહિલા ક્રિકટ ટીમની કેપ્ટન મિતાલી રાજે કહ્યું છે કે, વર્ષ 2020 એક ખરાબ સ્વપ્ન જેવું રહ્યું છે અને તેના કારણે અમે આખું વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા છીએ. અમને ખુશી છે કે આપણે જે રમતને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ તે આખરે ફરી આવી રહી છે. ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં આઇસીસી ટૂર્નામેન્ટ (મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ) માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, જો ભારત 2022 માં યોજાનારી મહિલા વર્લ્ડ કપ જીતવામા સફળ રહે છે, તો તે આગામી જનરેશન માટે પ્રેરણાદાયક ક્ષણ હશે. તેમણે કહ્યું કે, તે અને આખી ટીમ ઈન્ડિયા આ ખિતાબ જીતવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરશે.

પ્રેક્ટિસ મેચમાં સદીએ મારો આત્મવિશ્વાસ વધાર્યો છે, જે મને ટેસ્ટ સીરીઝમાં કામ આવશે : રિષભ પંત

કે.એલ.રાહુલને લઇને આકાશ ચોપરાનું મોટુ નિવેદન, તે નહી રમી શકે પ્રથમ ટેસ્ટ

ભારતીય ક્રિકેેટ ટીમનાં આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, સ્ટેજ પર જ શરૂ કરી ક્રિકેટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો