Not Set/ દલિતોને ન્યાય અપાવવાના મામલે ભાજપના ધારાસભ્ય જેઠા સોલંકીએ આપ્યું રાજીનામું

અમદાવાદ, ભાજપના ઉમેદવારોનું લીસ્ટ બહાર પડ્યા પછી પક્ષમાં ઠેર ઠેર ભડકો થયો છે.શનિવારે પક્ષના કોડીનારના ધારાસભ્ય જેઠા સોલંકીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. કોડીનારના ધારાસભ્ય જેઠા સોલંકીએ સ્પીકર રમણલાલ વોરાને મળીને તેમની રાજીનામું સુપ્રત કર્યું હતું.જેઠા સોલંકીએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જેઠા સોલંકી કોડીનારના ધારાસભ્ય હોવાની સાથે સાથે સંસદીય સચિવ […]

Top Stories
jetha solanki દલિતોને ન્યાય અપાવવાના મામલે ભાજપના ધારાસભ્ય જેઠા સોલંકીએ આપ્યું રાજીનામું

અમદાવાદ,

ભાજપના ઉમેદવારોનું લીસ્ટ બહાર પડ્યા પછી પક્ષમાં ઠેર ઠેર ભડકો થયો છે.શનિવારે પક્ષના કોડીનારના ધારાસભ્ય જેઠા સોલંકીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. કોડીનારના ધારાસભ્ય જેઠા સોલંકીએ સ્પીકર રમણલાલ વોરાને મળીને તેમની રાજીનામું સુપ્રત કર્યું હતું.જેઠા સોલંકીએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જેઠા સોલંકી કોડીનારના ધારાસભ્ય હોવાની સાથે સાથે સંસદીય સચિવ પણ હતા.

જેઠા સોલંકીએ રાજીનામું આપ્યા પછી એવા પણ આક્ષેપ કર્યા હતા કે સરકાર પાટીદાર યુવકો સામેના કેસો પાછી ખેંચી શકે છે તો દલિતો સામેના કેમ નહીં?સરકારે ઉના કાંડ અને સામખીયાળીના ક્રીમીનલ કેસોમાં પણ કશું કર્યું નથી.

જેઠા સોલંકી કોડીનારની સીટ પરના દાવેદાર હતા અને આ સીટ પર તેમને ટીકીટ નહીં મળવાની શક્યતાને કારણે પણ રાજીનામું આપ્યું હોવાનું મનાઇ રહ્યું છે.

સુત્રો એમ પણ કહે છે કે ભાજપ છોડ્યા પછી જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાઇ શકે છે.