Not Set/ શિક્ષક દિને પ્રા.શાળાના આચાર્યએ શાળામાં ગળાફાસો ખાઇ કર્યો આપધાત

ગીરગઢડા તાલુકાના થોરડી ગામના પ્રા.શાળાના આચાર્યએ પોતાની શાળાની ઓફીસમાં બપોરના સમયે પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો છે. શિક્ષણ જગત માટે આજનો દિવસ કલંક સમાન બન્યો છે.

Top Stories Gujarat Others
banaskantha 2 શિક્ષક દિને પ્રા.શાળાના આચાર્યએ શાળામાં ગળાફાસો ખાઇ કર્યો આપધાત

સમગ્ર દેશ આજે શિક્ષક દિન ઉજવી રહ્યો હતો ત્યારે ગીરગઢડા તાલુકાના થોરડી ગામના પ્રા.શાળાના આચાર્યએ પોતાની શાળાની ઓફીસમાં બપોરના સમયે પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો છે. શિક્ષણ જગત માટે આજનો દિવસ કલંક સમાન બન્યો છે. આ શાળાના આચાર્યએ આપધાત કર્યા પહેલા સુસાઇડનોટ લખી છે.  તેમાં બે ટીપીઓ તેમજ આચાર્ય અને એક શિક્ષકે પોતાની પાસે રૂ.૨૫ લાખની માંગણી કરી હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.

શાળાના આચાર્યે આપઘાત કરતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર ફેલાઈ છે. ગીરગઢડાના જામવાળા પે.સેન્ટર શાળા હેઠળ આવતી થોરડી ગામની સરકારી પ્રા.શાળાના આચાર્ય તરીકે સને.૨૦૧૮ થી નોકરી કરતા ધનશ્યામ ગોવિંદભાઇ અમરેલીયા આજે બપોરના ૧૨.૩૯ મીનીટે પોતાની શાળાની ઓફીસમાં પંખા સાથે દોરડુ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો છે. શાળામાં આચાર્યએ આપધાત કરતા આ ઘટનાની જાણ થોરડી ગામના માજીઉપસરપંચ કાળુભાઇએ ગીરગઢડા પોલીસને કરી હતી. પોલીસએ ઘટના સ્થળે આવી શાળાના આચાર્ય શિક્ષકો ની મદદથી તોનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. અને તાત્કાલીક ગીરગઢડા સરકારી હોસ્પીટલમાં પીએમ માટે મોકલી આપ્યો હતો.

હોસ્પીટલમાં મૃતકના પત્નિ તેમજ બે દિકરી અને એક દિકરો પિતાના મોતના સમાચાર સાંભળી ભાંગી પડ્યા હતા. આ બાબતે ગીરગઢડા પોલીસે તપાસ હાથ ધરી છે. આજે શિક્ષક દિનની તમામ શિક્ષકો બાળકો સાથે ઉજવણીનો લાહવો માંણી રહ્યા હતા. એ વખતે થોરડી ગામની પ્રા.શાળામાં આચાર્યએ આપધાત કરતા પહેલા સુસાઇટનોટ લખી હતી. જેમાં ટી પી ઓ જયેશ ગૈસ્વામી, કેળવણી નિરીક્ષક જયેશ રાઠોડ, જામવાળા પે.સેન્ટર શાળાના આચાર્ય તેમજ શિક્ષક વાલા ઝાલા સહીત ચાર વ્યક્તિઓએ પૈસા પડાવવા વારંવાર હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મૃતક આચાર્યએ સુસાઈડ નોટની કોપી પોતાની દિકરીને પણ મોબાઇલમાં મોમોકલી હતી. અને પોતાના પિતા ૨૦ દિવસથી પરેશાન હોવાનું મૃતકની દિકરીએ જણાવ્યું હતું. સુસાઇડનોટ પોલીસે કબ્જે કરી હાલ તપાસ હાથ ધરી છે.

શાળા શરુ કરવાનો નિર્ણય યોગ્ય ?  / શાળાએ જતા 2 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીગણમાં ચિંતા

ટીમ ઇન્ડિયા માં ફરી કોરોના સંક્રમણ / ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા