Not Set/ Eco Friendly : અમદાવાદ હાટ ખાતે મૂર્તિકાર લોકોને માટીના ગણેશ બનાવતા શીખવી રહ્યાં છે

ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે શહેરમાં પર્યાવરણ બચાવવાને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે શહેરમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા માટેના અમદાવાદ હાટ ખાતે એક મૂર્તિકાર લોકોને ફ્રીમાં માટીના ગણેશ બનાવવતા શીખવી રહ્યા છે. આ વિશે વાત કરતા મૂર્તિકાર ભૂપેશ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, આજકાલ લોકોને ઇકો […]

Top Stories Ahmedabad Gujarat Navratri 2022
ganpati Eco Friendly : અમદાવાદ હાટ ખાતે મૂર્તિકાર લોકોને માટીના ગણેશ બનાવતા શીખવી રહ્યાં છે

ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે શહેરમાં પર્યાવરણ બચાવવાને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે શહેરમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા માટેના અમદાવાદ હાટ ખાતે એક મૂર્તિકાર લોકોને ફ્રીમાં માટીના ગણેશ બનાવવતા શીખવી રહ્યા છે.

આ વિશે વાત કરતા મૂર્તિકાર ભૂપેશ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, આજકાલ લોકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ ઘરે પધરાવવાનો શોખ હોય છે. હવે લોકો પોતાના ઘરે પોતાના હાથે જ બનાવેલા ગણપતિ પધરાવે છે.

ભૂપેશના જણાવ્યા અનુસાર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે ફક્ત ગણતરીની ચીજ વસ્તુઓ જોઈએ છે. જેમાં 1 કિલો પેપરમિક્સ માટી, જેને ક્લે પણ કહેવાય છે, પાણી, ફિનિશિંગ માટે બ્રશ, માટીના વાસણ બનાવવામાં ઉપયોગ થનારા ઓજાર કે ચાકૂ, બોર્ડ અને પૉલીથિન….અને ગણતરીની મિનિટો માજ આ માટીના ગણેશ બની જાય છે. અને લોકો ઉત્સાહભેર અહીંયા આવીને માટીની મૂર્તિ બનાવતા શીખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.