વાંકાનેર/ મેસરીયામાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વેવાઈએ વેવાઈને માર્યો માર

મેસરીયા ગામ અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને વેવાઈ વચ્ચે જામી પડી હતી અને યુવાન અને તેના પિતાને વેવાઈ તેમજ તેના દીકરાઓએ માર માર્યો હતો

Gujarat Others
વેવાઈ

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને વેવાઈ વચ્ચે જામી પડી હતી અને યુવાન અને તેના પિતાને વેવાઈ તેમજ તેના દીકરાઓએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા દિનેશભાઇ મોહનભાઇ કોબિયા જાતે કોળી (ઉંમર 40)એ હાલમાં તેના ભાઈના વેવાઈ હીરાભાઈ માલકિયા, અશ્વિનભાઈ હીરાભાઈ માલકિયા અને ચનાભાઈ હીરાભાઈ માલકિયા રહે. ત્રણેય મેસરીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી હીરાભાઈની દીકરી તેઓના ભાઈ બાબુભાઈના ઘરે સાસરે છે અને બાબુભાઈની દીકરી આરોપી હીરાભાઈના ઘરે સાસરે છે જે બાબતે અગાઉ અવારનવાર બોલાચાલી અને ઝઘડો થયેલા હતા તે બાબતનો ખાર રાખીને હીરાભાઈ માલકિયા, અશ્વિનભાઈ અને ચનાભાઈએ તેની સાથે માથાકૂટ કરી હતી.

હીરાભાઈએ લાકડાના ધોકા વડે તેને માથામાં અને પગમાં માર માર્યો હતો તેમજ તેના પિતા મોહનભાઈને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી હાલમાં ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:ઝાડુનો જાદુ : ઉંઝા નપામાં એક પણ બેઠક જીત્યા વિના AAP લઇ શકે વિપક્ષનું સ્થાન