Not Set/ માવઠાનો દોર યથાવત, વરસાદે બગાડી ખેડૂતોની દિવાળી

કચ્છમાં આ વખતે કમોસમી માવઠાનો દોર યથાવત રહ્યો છે.  એકતરફ સીઝનમાં અતિવૃષ્ટિનો દોર રહયા બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદ પડતાં ખેતરોમાં ઉભા પાક પર આફત સર્જાઈ છે. જેથી ખેડૂતોની દિવાળી બગડશે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Top Stories Gujarat Others
અબડાસા 14 માવઠાનો દોર યથાવત, વરસાદે બગાડી ખેડૂતોની દિવાળી

#કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ-કચ્છ

કચ્છમાં આ વખતે કમોસમી માવઠાનો દોર યથાવત રહ્યો છે.  એકતરફ સીઝનમાં અતિવૃષ્ટિનો દોર રહયા બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદ પડતાં ખેતરોમાં ઉભા પાક પર આફત સર્જાઈ છે. જેથી ખેડૂતોની દિવાળી બગડશે તેવી સ્થિતિ સર્જાઈ છે.

કચ્છમાં આ વખતે 260 ટકા જેટલો વરસાદ પડતા અતિવૃષ્ટિ જાહેર થઈ છે જેથી ક્ચ્છ જિલ્લામાં તમામ ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે તેવામાં છેલ્લા બે દિવસથી સાંજ પડતાની સાથે જ કમોસમી માવઠા શરૂ થઈ ગયા છે ભુજ,અંજાર,રાપર,ભચાઉ,ગાંધીધામ, માંડવી,અબડાસા સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાથી લોકો પરેશાન બન્યા છે તો ખેડુતોનો પાક પણ ખરાબ થઈ ગયો છે મગફળી,કપાસ સહિતના પાકો તૈયાર થઈને લણણીના આરે ઉભા છે ત્યારે કમોસમી વરસાદથી પાણી ભરાઈ જવાથી પાક ખરાબ થયો છે મહામુસીબતે ઉગેલા મોલ ખરાબ થવા લાગતા ખેડુતોની દિવાળી બગડશે તેવા એંધાણ સામે આવ્યા છે આ વખતે મેઘરાજાના કોપાયમાન રૂપથી જિલ્લામાં ખેતીને ભારે ખાના ખરાબી થઈ છે ભુજ તાલુકાના ચપરેડી ગામના ખેડૂતોએ પોતાની આપવીતી વર્ણવી હતી