Cricket/ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ ટીમની કરી જાહેરાત, દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધ 26 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી રમાનારી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. તેમણે ટેસ્ટ સીરીઝ માટે 21 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે.

Top Stories Sports
દક્ષિણ આફ્રિકા ટીમની જાહેરાત

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધ 26 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી રમાનારી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. તેમણે ટેસ્ટ સીરીઝ માટે 21 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે, જેમાં બે નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીન એલ્ગરની આગેવાની હેઠળની ટીમમાં અનુભવી ખેલાડી કાગિસો રબાડા, ક્વિન્ટન ડી કોક અને એનરિચ નોર્ટજે ટીમમાં પાછા ફર્યા છે.

આ પણ વાંચો – ક્રિકેટ પ્રવાસ / ઓમિક્રોનની દહેશત વચ્ચે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જશે,નવો કાર્યક્રમ જાહેર…

દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરીઝ માટે 21 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ડીન એલ્ગર ટીમનાં કેપ્ટન હશે, જ્યારે ટેમ્બા બાવુમા વાઇસ-કેપ્ટન હશે. આ ટેસ્ટ સીરીઝ પહેલા 17 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ તેને 26 ડિસેમ્બરથી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. ભારતીય ટીમ 16 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ માટે રવાના થશે. 21 સભ્યોની ટીમમાં પ્રથમ વખત સિસાંડા મગાલા અને રેયાન રિકેલ્ટનને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ સીરીઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. 2019 માં અંતિમ ટેસ્ટ મેચ રમનાર ડુઆન ઓલિવિયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરીઝ માટે આ દક્ષિણ આફ્રિકાની 21 સભ્યોની ટીમ છે:-

ડીન એલ્ગર (કેપ્ટન), ટેમ્બા બાવુમા (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કાગીસો રબાડા, સારેલ ઈર્વી, બ્યુરેન હેડ્રિક્સ, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુંગી એન્ગિડી, એડેન માર્કરામ, વિઆન મુલ્ડર, એનરિચ નોર્ટજે, કીગન પીટરસન, રસી વાન ડર ડુસેન, કાયેલ વેરેયન, માર્કો જામેસન, ગ્લેન્ટન સ્ટૂમૈન, પ્રેનેલન સુબ્રાયેન, સિસાંડા મગાલા, રયાન રિકેલ્ટન, ડ્વેન ઓલિવર.

આ પણ વાંચો – Funny video / Umpire એ એક અલગ જ અંદાજમાં આપ્યો વાઈડ બોલનો સિગ્નલ, જુઓ Video

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 26 થી 30 ડિસેમ્બર દરમિયાન સેન્ચુરિયનમાં રમાશે. વળી, બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે. સીરીઝની છેલ્લી મેચ 11 થી 15 જાન્યુઆરી સુધી કેપટાઉનમાં રમાશે. પ્રથમ બે મેચ સવારે 1.30 વાગ્યાથી રમાશે જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ભારત-દક્ષિણ આફ્રિકા સીરીઝનું કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટ મેચ, 26-30 ડિસેમ્બર 2021, સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન
બીજી ટેસ્ટ મેચ, 03-07 જાન્યુઆરી 2022, ઇમ્પિરિયલ વાન્ડરર્સ, જોહાનિસબર્ગ
ત્રીજી ટેસ્ટ મેચ, 11-15 જાન્યુઆરી 2022, સિક્સ ગન ગ્રિલ ન્યુલેન્ડ્સ, કેપ ટાઉન

પહેલી ODI મેચ, 19 જાન્યુઆરી, પાર્લ

બીજી ODI મેચ, 21 જાન્યુઆરી, પાર્લ

ત્રીજી ODI મેચ, 23 જાન્યુઆરી, કેપટાઉન

આ પણ વાંચો – Interesting / શાકિબે અપાવી બાળપણની યાદ! વરસાદનાં પાણીથી ભરાયેલા કવર પર લગાવી છલાંગ

દક્ષિણ આફ્રિકા માટે ઓલિવિયરની છેલ્લી ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 2019માં શ્રીલંકા સામે ગકેબેરા ખાતે હતી. 29 વર્ષીય ખેલાડીએ CSA ની ચાર દિવસીય સીરીઝમાં જોરદાર વાપસી કરી છે. ઓલિવયર આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજા નંબરનો બોલર હતો. ઓલિવિયરે આઠ ઇનિંગ્સમાં 11.14ની એવરેજથી 28 વિકેટ લીધી હતી અને 5/53નાં તેના શ્રેષ્ઠ આંકડા નોંધાવ્યા હતા.