Not Set/ કોરોનાનાં કારણે બગડી રહેલી પરિસ્થિતિ પર PM મોદી આજે મંત્રીઓ સાથે કરશે બેઠક

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનાં ફાટી નીકળવાનું આજે પણ યથાવત છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં સરેરાશ સાડા ત્રણ લાખ નવા કોવિડ-19 કેસ સામે આવી રહ્યા છે અને 3 હજારથી વધુ મોત નીપજ્યાં છે.

Top Stories India
રુનાનક બે પૂર્વ વડાપ્રધાનોએ કોઈ નિર્ણય રોલબેક કર્યો નથી

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનાં ફાટી નીકળવાનું આજે પણ યથાવત છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં સરેરાશ સાડા ત્રણ લાખ નવા કોવિડ-19 કેસ સામે આવી રહ્યા છે અને 3 હજારથી વધુ મોત નીપજ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (30 એપ્રિલ) દેશનાં કોરોના વાયરસની અનિયંત્રિત પરિસ્થિતિ પરની સ્થિતિની સમીક્ષા કરવા કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરશે.

મોટા સમાચાર / ઇઝરાયલમાં ફેસ્ટીવલ દરમિયાન થઇ નાસભાગ, 12 થી વધુ લોકોનાં થયા મોત, દ્રશ્યો બન્યા ભયાવહ

આ મીટિંગ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂ થશે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી દેશનાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત નવ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આરોગ્ય સચિવે ભારતમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત નવ રાજ્યોની સ્થિતિ અંગે ગુરુવારે (એપ્રિલ 29) ગૃહ સચિવને અહેવાલ આપ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડું, દિલ્હી, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ દેશનાં એવા નવ રાજ્ય છે જેમાં કોવિડ-19 કેસ સૌથી વધુ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-19 દેશની વર્તમાન પરિસ્થિતિની સતત સમીક્ષા માટે દરરોજ બેઠક કરી રહ્યા છે. પીએમ મોદીએ આ અગાઉ શુક્રવારે આર્મી ચીફ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ તાજેતરનાં સમયમાં રાજ્યોનાં મુખ્ય પ્રધાનો, રસી ઉત્પાદક કંપનીઓ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. જેમાં કોવિડ-19 ને નિયંત્રણમાં લાવવાનાં વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ દેશભરનાં ઓક્સિજન ઉત્પાદકો સાથે અને તેમના પરિવહન વિશે ચર્ચા કરવા માટે એક બેઠક પણ યોજી છે.

મોટા સમાચાર / પાકિસ્તાનમાં થોડા દિવસોમાં આવી રહ્યુ છે કોરોનાથી પણ ભયાનક સંકટ, ઈમરાન ખાન માટે સૌથી મોટો પડકાર

વડાપ્રધાન મોદીએ રસી ઉત્પાદકોને તેમના ઉત્પાદનમાં વધારો કરવા જણાવ્યું છે. આ સાથે, દેશમાં નવી રસીઓને મંજૂરી આપવામાં આવી રહી છે. રસી ઉત્પાદકોને તેમના સ્ટોકનો 50 ટકા હિસ્સો રાજ્ય સરકારો અને ખુલ્લા બજારમાં વેચવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, રસીનાં ભાવ પહેલા જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં આ રસી 45 વર્ષ અને તેથી વધુ ઉંમરનાં લોકોને નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. જ્યારે 18 વર્ષથી વધુનાં રસીકરણ 1 મે થી શરૂ થાય છે. જેના માટે કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર નોંધણી શરૂ થઈ ગઈ છે. જો કે, દેશનાં મોટાભાગનાં રાજ્યોએ કહ્યું છે કે તેઓ પાસે સ્ટોક ન હોવાથી તેઓ 1 મે થી તમામ લોકોને રસી આપી શકશે નહી. રસી ઉત્પાદક કંપનીએ તેમને રસી સપ્લાય કરવા માટે 15 મે સુધી રાહ જોવાનું કહ્યું છે.

Untitled 47 કોરોનાનાં કારણે બગડી રહેલી પરિસ્થિતિ પર PM મોદી આજે મંત્રીઓ સાથે કરશે બેઠક