Not Set/ #AmphanCyclone/ પશ્ચિમ બંગાળ માટે PM મોદીએ 1 હજાર કરોડનાં પેકેજનું કર્યુ એલાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, અમ્ફાન તોફાનને કારણે પશ્ચિમ બંગાળમાં ઘણું નુકસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં સમગ્ર દેશ રાજ્યની જનતાની સાથે ઉભો છે. નરેન્દ્ર મોદીએ વાવાઝોડાને લીધે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક હવાઈ સર્વે કર્યો હતો. આ પછી, સીએમ મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનકડ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પશ્ચિમ બંગાળનાં બસીરહાટમાં […]

India
83c6c18f1faf9b202ff3d0fb14162d9d 1 #AmphanCyclone/ પશ્ચિમ બંગાળ માટે PM મોદીએ 1 હજાર કરોડનાં પેકેજનું કર્યુ એલાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, અમ્ફાન તોફાનને કારણે પશ્ચિમ બંગાળમાં ઘણું નુકસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં સમગ્ર દેશ રાજ્યની જનતાની સાથે ઉભો છે. નરેન્દ્ર મોદીએ વાવાઝોડાને લીધે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક હવાઈ સર્વે કર્યો હતો. આ પછી, સીએમ મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનકડ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પશ્ચિમ બંગાળનાં બસીરહાટમાં સમીક્ષા બેઠક મળી. આ સમીક્ષા બેઠકમાં તેમણે કહ્યું કે મુશ્કેલ સમય છે પણ હું પશ્ચિમ બંગાળનાં ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે દરેક તમારી સાથે ઉભા છે. રાજ્યો અને કેન્દ્ર તેમના માટે મળીને કામ કરી રહ્યા છે જે તોફાનથી પ્રભાવિત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ માટે એક હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. જે કેન્દ્ર દ્વારા રાજ્યને આપવામાં આવશે. આની ઘોષણા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, “હાલમાં તુરંત રાજ્ય સરકારને મુસિબત ન થાય તે માટે 1 હજાર કરોડ ભારત સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવશે.” આ સાથે જ જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને વડા પ્રધાન રાહત ભંડોળ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયા સહાય આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.