Not Set/ PM મોદી અને UAE ના પ્રિન્સ વચ્ચે આજે બેઠક

બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરશે તેમજ સમાન હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે

Top Stories India
NNNN PM મોદી અને UAE ના પ્રિન્સ વચ્ચે આજે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ડિજિટલ સમિટ યોજશે. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરશે તેમજ સમાન હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં બંને નેતાઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધો વિશે તેમના વિઝન રજૂ કરશે. આ સમિટ એવા સમયે યોજાવા જઈ રહી છે જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરવા માટે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે, જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) તેની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.

ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તાજેતરના વર્ષોમાં તમામ ક્ષેત્રોમાં મજબૂત બન્યા છે અને બંને પક્ષોએ વ્યાપક વ્યૂહાત્મક જોડાણ બનાવ્યું છે, એમ નિવેદનમાં જણાવાયું છે. વડાપ્રધાન મોદીએ 2015, 2018 અને 2019માં UAEની મુલાકાત લીધી હતી, જ્યારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે 2016 અને 2017માં ભારતની મુલાકાત લીધી હતી. બંને પક્ષો વચ્ચે મંત્રી-સ્તરની મુલાકાતો પણ થઈ હતી, જેમાં ત્રણ વિદેશ મંત્રી-સ્તરની મુલાકાતો અને 2021માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની UAEની મુલાકાતનો સમાવેશ થાય છે.