છેતરપિંડી/ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની સની લિયોની, અભિનેત્રીના પાન કાર્ડનો ઉપયોગ કરીને લેવાઈ લોન 

સની લિયોની પણ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની છે. અભિનેત્રીનો દાવો એ છે કે તેના પાન કાર્ડનો ઉપયોગ કરીને લોન લેવામાં આવી છે

Entertainment
સની લિયોની

અભિનેત્રી સની લિયોની હમોશા તેના હોટ લુકને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેના સમાચારમાં રહેવા પાછળનું કારણ કંઈક બીજું છે. દેશના બાકીના કરોડો લોકોની જેમ સની લિયોની પણ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની છે. અભિનેત્રીનો દાવો એ છે કે તેના પાન કાર્ડનો ઉપયોગ કરીને લોન લેવામાં આવી છે.

સની લિયોનીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં સની લિયોનીએ આરોપ લગાવ્યો છે કે તેના પાન કાર્ડનો ઉપયોગ કરીને ધની એપ પરથી લોન લેવામાં આવી હતી. આ લોનની રકમ 2000 રૂપિયા છે. સની લિયોનીએ આરોપ લગાવ્યો કે તેના કારણે તેનો CIBIL સ્કોર નીચે આવ્યો છે. આ સાથે સની લિયોનીએ ઈન્ડિયાબુલ્સ હોમ લોન અને ઈન્ડિયાબુલ્સ સિક્યોરિટીઝને પણ ટેગ કર્યા છે, જેઓ ધની એપનું સંચાલન કરે છે.

આ સાથે સની લિયોનીએ ઈન્ડિયાબુલ્સ પર પણ આરોપ લગાવ્યો છે કે આ મામલે ફરિયાદ કરવા છતાં તેમને મદદ કરવામાં આવી રહી નથી. જોકે, થોડા સમય બાદ સની લિયોનીએ પણ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ પછી સની લિયોનીનું નવું ટ્વીટ આવ્યું. આ વખતે તેણે ઈન્ડિયાબુલ્સનો આભાર માન્યો છે.

આપને જણાવી દઈએ કે હાલમાં જ સની લિયોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને સનસનાટી મચાવી છે, જેમાં તે માથાથી પગ સુધી લોહીથી લથપથ જોવા મળી રહી છે. સનીના આ લુકને જોયા બાદ ફેન્સ તેના સ્વાસ્થ્યની ચિંતા કરવા લાગ્યા હતા. ચાહકો જાણવા માંગતા હતા કે મામલો શું છે. સુંદર અને ક્યૂટ સનીનો આ ડરામણો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે સવાલો પૂછવા માંડ્યા હતા.

આ પણ વાંચો :બિગ બોસ સાથે શો લોકઅપની સરખામણી કરવા પર બોલી કંગના રનૌત, જાણો શું કહ્યું ભાઈજાન વિશે…

આ પણ વાંચો :આગામી ફિલ્મમાં ફૂડ ડિલિવરી બોયની ભૂમિકામાં જોવા મળશે કપિલ શર્મા, આ અભિનેત્રી સંગ બનશે જોડી

આ પણ વાંચો : ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર 19 ફેબ્રુઆરીએ કરશે લગ્ન, આવી છે તૈયારીઓ

આ પણ વાંચો :વિવેક અગ્નિહોત્રીને મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી, કોલ અને મેસેજમાં કરવામાં આવી છે આ માંગ