મુંબઈ
કોમેડિયન કપિલ શર્મા બ્રેક પર છે અને યુરોપમાં તેમના સૌથી નજીકના લોકો સાથે સમય પસાર કરી રહ્યા છે. તાજેતરમાં, તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે તેમનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કપિલ પોતાના પેટ ડોગ ચીકુ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
આ ફોટો કપિલના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ તસ્વીર પર ઘણી કોમેન્ટ અને લાઈક્સ આપવામાં આવી છે. ફોટામાં કપિલ સ્માઈલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું નથી લાગી રહ્યું.
આપને જાણવી દઈએ કે, કપિલના વજન વધી ગયું છે. તેથી તેના ચાહકો હેરાન છે. અહેવાલો અનુસાર, કપિલ ડિપ્રેશન સાથે લડી રહ્યા છે અને તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
થોડા મહિના પહેલાં, મુંબઇ એરપોર્ટ પર દેખાયા પછી, કપિલના એક ફોટોએ સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો. તેમાં તે એમ્સટર્ડમમાં એક કરિયાણાની દુકાનમાં દેખાયા હતા અને તેના પેટને બહા નીકળેલું જોવા મળી રહ્યું હતું. કપિલના પ્રશંસકો આતુરતાથી તેમના કમબેકની રાહ જોઈ રહ્યાં છે.