Not Set/ ગેરકાયદે ઈંટવાડા સામે વિરોધ, 13 જૂને અનશન પર બેસશે સ્થાનિકો

બનાસકાંઠાના દાંતા તાલુકામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ધમધમી રહેલા ઈંટવાડા સામે લોકોનો વિરોધ વધી રહ્યો છે. દાંતા તાલુકામાં મોટા પ્રમાણમાં ઈંટવાડા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં ઈંટો બનાવવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ઈંટવાડાને કારણે ભારે પ્રદૂષણ થાય છે અને મોટા પાયે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે લોકોના આરોગ્ય સામે […]

Top Stories Gujarat Trending
rain 5 ગેરકાયદે ઈંટવાડા સામે વિરોધ, 13 જૂને અનશન પર બેસશે સ્થાનિકો

બનાસકાંઠાના દાંતા તાલુકામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ધમધમી રહેલા ઈંટવાડા સામે લોકોનો વિરોધ વધી રહ્યો છે. દાંતા તાલુકામાં મોટા પ્રમાણમાં ઈંટવાડા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં ઈંટો બનાવવાની કામગીરી ચાલી રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ ઈંટવાડાને કારણે ભારે પ્રદૂષણ થાય છે અને મોટા પાયે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. આ બાબતે લેખિત રજૂઆત છતાં તંત્રની મીલીભગતને કારણે ઈંટ માફીયાઓ પર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવી રહ્યા.

તાલુકા સ્વાગત કાર્યકમમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુએ અરજી પેન્ડીંગ રાખી દેવામાં આવી છે. જેને લઈને દાંતાના કેટલાક લોકોએ આ મામલે એક દિવસના અનશન રાખવાની જાહેરાત કરી છે.

તંત્ર જાગૃત થાય અને ગેરકાયદે ચાલતા ઈંડવાડા બંધ કરાવે તે માટે 13 જુને કેટલાક લોકોએ અનશનની જાહેરાત કરી છે અને જો અનશન બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.

તો આગામી દિવસોમાં બનાસકાંઠા કલેક્ટર કચેરી સામે અને ગાંધીનગર સચિવાલય અનશન પર ઉતરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.