18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્ર પહેલા સરકારે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, આ મહિને 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર પહેલા, તમામ પક્ષોના ગૃહના નેતાઓની બેઠક 17 સપ્ટેમ્બરે સાંજે 4.30 વાગ્યે બોલાવવામાં આવી છે.” તેમણે કહ્યું, “આ સંબંધમાં સંબંધિત નેતાઓને ઈ-દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યો છે.
લોકસભા અને રાજ્યસભા સચિવાલયે તાજેતરમાં તેમના બુલેટિનમાં કહ્યું હતું કે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સરકારના કામકાજને ધ્યાનમાં રાખીને, તે 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. એવું કહેવામાં આવ્યું છે કે સત્ર સામાન્ય રીતે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહોમાં કોઈ પ્રશ્નકાળ અને બિન-સત્તાવાર કામકાજ થશે નહીં. સરકારે હજુ સુધી સત્રનો એજન્ડા જાહેર કર્યો નથી.
એજન્ડા વિશે કોઈને માહિતી નથી:કોંગ્રેસ
કોંગ્રેસે બુધવારે ફરી એકવાર સંસદના વિશેષ સત્રના એજન્ડા વિશે માહિતીના અભાવ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે સત્ર શરૂ થવામાં માત્ર પાંચ દિવસ બાકી છે, પરંતુ કદાચ ‘એક વ્યક્તિ’ સિવાય કોઈને પણ એજન્ડાની માહિતી નથી. આ પહેલા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેમણે સંસદના સત્ર સંબંધિત બંધારણીય જોગવાઈઓ અને સંસદીય પ્રક્રિયાઓ વિશેના તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે.
આ પણ વાંચો: Ayushman Bhav Campaign/ રાષ્ટ્રપતિ મુર્મુ કરશે Ayushman Bhav અભિયાન શરૂ, 2 ઓક્ટોબર સુધી હોસ્પિટલોમાં મફત થશે હેલ્થ ચેકઅપ
આ પણ વાંચો: લંપટ ગુરુ/દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી
આ પણ વાંચો: ACB સપાટો/સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
