નવસારી/ અહીં સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી, ACBએ શરુ કરી કાર્યવાહી  

નવસારી જીલ્લામાં સરકારી કચેરીઓ ભ્રસ્ટાચારથી ખદબદી રહી છે જેના પુરાવા રૂપે નવસારી એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનાના ઈતિહાસમાં મામલતદાર ,નાયબ મામલતદાર,  ક્લર્ક તેમજ સર્કલ ઓફિસર સામે લાંચ માંગતા રંગે હાથ ઝાડપયા હોય એવી 6 થી વધુ સરકારી બાબુ સામે એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી છે.

Top Stories Gujarat Others
sanjay shrivastav 3 અહીં સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી, ACBએ શરુ કરી કાર્યવાહી  

@ઉમેશ પટેલ, વલસાડ

કોરોના મહામારી વચ્ચે વિશ્વ આખું ઝોલા ખાઈ રહ્યું છે તેવા સમયે પણ લંચિયાઓ સરકાર નો પગાર ખાઈ ને પણ પોતાનો ભ્રસ્ટાચાર છોડતા નથી. ત્યારે આવા લોકોને સબક મળે એ યોગ્ય છે. નવસારીમાં ખેતીની જમીન બિન ખેતી કરવા નાયબ મામલતદાર નિલેશ પરમાર દ્વારા 3,46,000  લાંચ માંગ્યાનું બહાર આવ્યું છે.  જેમાં નવસારી કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર અને અને એમના વચેટિયાની સંડોવણી બહાર આવતા એસીબી એ લાલ આંખ કરી  નાયબ મામલતદારના વચેટિયા અલ્તાફ શેખ ની ધરપકડ કરી છે.  જયારે લાંચયો નાયબ મામલતદાર ફરાર થઇ ચુક્યો છે.

diwali / ફટાકડાને લઈને અમદાવાદ પો.કમિશનરનું જાહેરનામું, આ વસ્તુઓ પર લ…

નવસારી જીલ્લામાં સરકારી કચેરીઓ ભ્રસ્ટાચારથી ખદબદી રહી છે જેના પુરાવા રૂપે નવસારી એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનાના ઈતિહાસમાં મામલતદાર ,નાયબ મામલતદાર,  ક્લર્ક તેમજ સર્કલ ઓફિસર સામે લાંચ માંગતા રંગે હાથ ઝાડપયા હોય એવી 6 થી વધુ સરકારી બાબુ સામે એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી છે. જેમાં મહત્વની કહી શકાય એ કે નાયબ મામલતદાર નિલેશ પરમાર દ્વારા જલાલપોર ખાતે આવેલ જમીનને બીન ખેતી કરાવી આપવા માટે કામ કરવાનો ઓથોરીટી પત્ર મેળવેલ હોય જે કામ માટે એક ચોરસ મીટર દીઠ રૂપિયા- ૧૭ પ્રમાણે રૂપિયા ૩,૭૮,૦૦૦/- લાંચની માંગણી કરતા ફરિયાદીએ છેવટે એસીબી નો સહારો લઈને આ લંચિયાઓ ને રંગે હાથ ઝડપી પાડયા હતા.

Gandhinagar: હવે આ શહેરમાં સફાઈ કામદારોને ગટરમાં નહિ ઉતરવું પડે, રોબોટ કર…

જેને લઈને જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગઇ હતી જયારે નાયબ મામલતદાર નિલેષભાઇ રાજેંદ્રભાઇ પરમાર હજુ પણ પકડથી દૂર છે જયારે નાયબ મામલતદાર નિલેષભાઇ રાજેંદ્રભાઇ પરમાર વતી લાંચ લેનાર અલતાફ અલ્લારખુ શેખ (ખાનગી વ્યક્તિ) રહે:- ૧૦૨ નૂર એપાર્ટમેન્ટ લુંન્સીકુઇ નવસારી ને એસીબીએ લાંચની રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.