રાજકીય/ નરેશભાઇ જો કોંગ્રેસમાં આવે તો કાર્યકર્તામાં ઉત્સાહ આવી જાય : કોંગ્રેસ ધારાસભ્ય

નરેશ પટેલને માત્ર પાટીદાર નેતા નથી તે સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. નરેશ ભાઈ જો કોંગ્રેસમાં આવે તેમના માટે કોંગ્રેસ તેમના માટે લાલ જાજમ પાથરશે

Top Stories Gujarat Others
નરેશ નરેશભાઇ જો કોંગ્રેસમાં આવે તો કાર્યકર્તામાં ઉત્સાહ આવી જાય : કોંગ્રેસ ધારાસભ્ય

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય લિલત કગથરા અને ધારાસભ્ય લલિત વસોયાએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું છે. અને કહ્યું છે કે, નરેશભાઇ પટેલ જો કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસનો નાનામાં નાના કાર્યકર્તા ઉત્સાહમાં આવી જાય.

  • ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસમાં આમંત્રણ
  • કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું આમંત્રણ
  • લલિત કગથરા અને લલિત વસોયાએ આપ્યું આમંત્રણ
  • નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો કાર્યકર્તાઓમા ઉત્સાહ આવે

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય વતાવર્તમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ પણ આગામી ચૂંટણીને લઈ રાજકીય કાવાદાવા શરૂ કરી દીધા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જાણે કોંગ્રેસના નેતાઓમાં દમ જ ના હોય તેમ હવે કોંગ્રેસના નેતાઓ અન્ય નેતાઓ ઉપર આધાર રાખી રહ્યા  છે.

લલીત કગથરાએ નરેશ પટેલની સાથે મુલાકાતને લઈને ગઈકાલે સુરત માં અલ્પેશ કથરીયા ને મળ્યા હતા. આનગે તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ભાજપ ના અત્યારચાર ના ભોગ બન્યા છે, અલ્પેશભાઈને પણ કોંગ્રેસમાં આવવા માટે ખુલ્લું આહવાન આપ્યું છે. જે લોકો એ ભાજપ સામે આંદોલન કર્યા છે તે તમામ લોકો એક થાય અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા ની છે. નરેશ પટેલને માત્ર પાટીદાર નેતા નથી તે સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. નરેશ ભાઈ જો કોંગ્રેસમાં આવે તેમના માટે કોંગ્રેસ તેમના માટે લાલ જાજમ પાથરશે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધશે.

વધુમાં તેમણે આપ નેતા ઈશુદાનને લઈ જણાવ્યું હતું કે, તેમની ઉપર દારૂ પીવાનો ખોટો કેસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રભારી રઘુ શર્માએ પણ નરેશ પટેલને લઈને તેમણે જણાવ્યું હતું કે, નરેશભાઈ કોંગેસમાં આવે તેવી કોંગ્રેસ પાર્ટી ઇચ્છિ રહી છે. આગામી દિવસો નરેશ પટેલ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરશે. કોંગ્રેસ પાર્ટીએ સુરતને કબ્જે કરવાના પ્રયત્નો હાથ ધરી દીધા છે. સુરતમાં યુવાનો આગેવાનો સાથે ચર્ચા થઈ છે.

મહત્વનું છે કે આ પહેલાં નરેશ પટેલ સાથે ભાજપના ઘણા નેતાઓ અને મંત્રીઓ મુલાકાત કરી ચૂક્યા છે. થોડા દિવસો પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ ખોડલધામની મુલાકાત લઈને નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. એ સમયે નરેશ પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. તો આપના નેતા યુવરાજસિંહે પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને યુવાનોને ન્યાય અપાવવા માટે નરેશ પટેલ સરકાર સમક્ષ રજૂઆત કરે તેવું જણાવ્યું હતું. આ મુલાકાત પરથી એવું પણ માની શકાય કે આપના નેતાઓ પણ નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નરેશ પટેલ કોઈ પક્ષમાં જોડાશે કે કેમ તે સમય કહેશે..

વતન વાપસી / વર્ષોથી પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો વતન પહોચતાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

Stock Market / શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 580 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17200 ની નીચે બંધ

આસ્થા /29 જાન્યુઆરીએ વિશેષ સંયોગમાં ભગવાન શિવ, વિષ્ણુ અને શનિદેવની પૂજા કરો, તમામ  સમસ્યાઓ દૂર થઈ શકે છે….

આસ્થા /પૈસાનું રોકાણ કે લેવડ-દેવડ કરતી વખતે જ્યોતિષ સાથે જોડાયેલી આ ખાસ વાતો રાખો, લાભ થશે…

આસ્થા /ફેબ્રુઆરીમાં મકર રાશિમાં બનશે પંચગ્રહી યોગ, આ 3 રાશિઓને મળશે ધન અને અન્ય લાભ…

Stock Market / શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 580 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17200 ની નીચે બંધ

આસ્થા /29 જાન્યુઆરીએ વિશેષ સંયોગમાં ભગવાન શિવ, વિષ્ણુ અને શનિદેવની પૂજા કરો, તમામ  સમસ્યાઓ દૂર થઈ શકે છે….

આસ્થા /પૈસાનું રોકાણ કે લેવડ-દેવડ કરતી વખતે જ્યોતિષ સાથે જોડાયેલી આ ખાસ વાતો રાખો, લાભ થશે…

આસ્થા /ફેબ્રુઆરીમાં મકર રાશિમાં બનશે પંચગ્રહી યોગ, આ 3 રાશિઓને મળશે ધન અને અન્ય લાભ…