કૃષિ આંદોલન/ લાલ કિલ્લા હિંસા : ફરાર લક્ખા સિંહે દિલ્હી પોલીસને કર્યો પડકાર, જાહેર કર્યો વીડિયો

દિલ્હી પોલીસે લક્ખા સિધાના વિરુદ્ધ 26 જાન્યુઆરીએ થયેલી હિંસાના કેસમાં રાજદ્રોહનો કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ માટે બદલ 1 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી તે ફરાર છે.

Top Stories
a 257 લાલ કિલ્લા હિંસા : ફરાર લક્ખા સિંહે દિલ્હી પોલીસને કર્યો પડકાર, જાહેર કર્યો વીડિયો

26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના માસ્ટરમાઇન્ડમાં લક્ખા સિધાનાનો એક વીડિયો વાયરલ થયો છે. લક્ખાએ પોલીસને ખુલ્લેઆમ ચેતાવણી આપી છે. તેણે કહ્યું છે કે 23 ફેબ્રુઆરીએ એક બીજા પ્રદર્શનનું એલાન છે. જે બઠિંડામાં થશે. આ વિડીયોમાં પંજાબથી વધારે યુવાનોને સામેલ થવા કહેવામાં આવ્યું છે.

જણાવીએ કે, દિલ્હી પોલીસે લક્ખા સિધાના વિરુદ્ધ 26 જાન્યુઆરીએ થયેલી હિંસાના કેસમાં રાજદ્રોહનો કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ માટે બદલ 1 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી તે ફરાર છે.

વિડીયો એક તંબુની અંદર રાત્રે બનાવવામાં આવ્યો છે. તંબુમાં દેખાય છે કે ઘણા લોકો જમીન પર ધાબળમાં સૂઈ રહ્યા છે. લક્ખા તેમની વચ્ચે બેઠો વીડિયો બનાવી રહ્યો છે. વીડિયોમાં કહી રહ્યો છે કે ’23 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં લોકોએ પહોંચવું જોઈએ. બઠિંડા જિલ્લાના મેહરાજ પિંડ આવો, ત્યાં એક પ્રદર્શન છે. આવો મારા ભાઈઓ મોટી સંખ્યામાં પ્રયત્ન કરો જેથી ખબર પડે કે આપણે ખેડૂત આંદોલન સાથે છીએ.

લક્ખા સિધાનાનું અસલી નામ લખબીર સિંહ છે. પંજાબના ભટીંડામાં રહેતો સિધાના ડબલ એમએ છે અને તે એક સમયે કબડ્ડીનો સારો ખેલાડી પણ હતો. લક્ખા પર હત્યા, ખૂનનો પ્રયાસ અને હુમલો કરવાનો આરોપ છે. પંજાબના નાણાં મંત્રી મનપ્રીત બાદલે આ અગાઉ તેમની પાર્ટી પંજાબ પીપલ્સ પાર્ટી (પીપીપી) ની રચના કરી હતી. સિધાનાએ આ પક્ષ વતી રામપુરા ક્ષેત્રમાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે તેના જામીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ ચૂંટણી દરમિયાન તેના ગામ ભગતા ભાઇમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ સિધાનાએ તત્કાલીન અકાલી મંત્રી સિકંદર સિંહ માલુકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.