ગુરુવારે, શેરબજાર દિવસભર ડાઉનટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યું હતું અને અંતે તે લાલ નિશાન પર બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 581 પોઈન્ટ ઘટીને 57,276 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઈન્ડેક્સ 125 પોઈન્ટના ઘટાડા સાથે 17,152 પર બંધ થયો હતો.
અગાઉ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચથી વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપ્યા બાદ તેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી હતી. ખુલતાની સાથે જ બંને ઇન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 990 પોઈન્ટ ઘટીને 56,868ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટીએ 291ના ઘટાડા સાથે 16,986ના સ્તરે વેપાર શરૂ કર્યો હતો. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1300 પોઈન્ટ સુધી ગગડી ગયો હતો.
નોંધનીય છે કે પાંચ દિવસ સુધી ભારે ઘટાડા બાદ મંગળવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યા બાદ અંતે લાભ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 367 પોઈન્ટના વધારા સાથે 57,858 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ફરી એકવાર 17,200ને પાર કરી ગયો હતો. ઈન્ડેક્સ 129 પોઈન્ટ વધીને 17,278 પર બંધ રહ્યો હતો.
આસ્થા /29 જાન્યુઆરીએ વિશેષ સંયોગમાં ભગવાન શિવ, વિષ્ણુ અને શનિદેવની પૂજા કરો, તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે….
આસ્થા /પૈસાનું રોકાણ કે લેવડ-દેવડ કરતી વખતે જ્યોતિષ સાથે જોડાયેલી આ ખાસ વાતો રાખો, લાભ થશે…
આસ્થા /ફેબ્રુઆરીમાં મકર રાશિમાં બનશે પંચગ્રહી યોગ, આ 3 રાશિઓને મળશે ધન અને અન્ય લાભ…
