RMC/ જન્માષ્ટમી પહેલા ફૂડ વિભાગ હરકતમાં,વધુ બે સ્થળોએથી નમૂના લીધા,અન્ય બે નાપાસ નમૂના માટે ફટકાર્યો સાડા ત્રણ લાખ દંડ

નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ દંડ ફરમાવેલ છે.

Gujarat Trending
topreman જન્માષ્ટમી પહેલા ફૂડ વિભાગ હરકતમાં,વધુ બે સ્થળોએથી નમૂના લીધા,અન્ય બે નાપાસ નમૂના માટે ફટકાર્યો સાડા ત્રણ લાખ દંડ

રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વેપારીઓને ક્યાંથી ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવેલ છે.તેમાં (૧) Top Ramen Masala Noodles (560 gm pkd) સ્થળ: એવન્યુ સુપરમાર્ટ (ડીમાર્ટ), પ્લોટ નં.૧, વિઝન હાઇસ્કુલ પાસે, કુવાડવા રોડ (૨) ” Tasty pixel Oregano Seasoring (500 gm pkd) સ્થળ:- તિર્થ માર્કેટીંગ, ચિત્રકૂટ સો.મૈ. રોડ, ગાયત્રી શુઝ પાસે, એસ્ટ્રોન રેલવે નાલા પાસે લીધેલ છે.

એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામાં આવેલ દંડની વિગત 

રાજકોટ શહેરના ચંદ્રેશનગર મે, રોડમાં આવેલ”  રામવિજય કિરાણા ભંડાર” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ડ્રાયફ્રુટ “કાજુ (લુઝ)” માં ડેમેજ્ડ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર કલ્પેશભાઇ રમણીકલાલ ગોટેચા (નમૂનો આપનારFBO તથા પેઢીના)ને કુલ 3,5,000/- નો દંડ ફરમાવેલ છે.

રાજકોટ શહેરના કોઠારીયા ખાતે આવેલ “સહજ ફુડ પ્રોડક્ટ” માંથી લીધેલ ખાદ્યપદાર્થ ટોફુ સોયા પનીર (લુઝ) “ માં ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ તેમજ અન્ય કોઇ સ્ટાર્ચની ભેળસેળ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર  કુલદિપ સુધીરકુમાર ધામેલીયા (નમૂનો આપનાર FBO તથા પેઢીના માલિકને કુલ 3,10,000/- નો દંડ ફરમાવેલ છે.

majboor str 17 જન્માષ્ટમી પહેલા ફૂડ વિભાગ હરકતમાં,વધુ બે સ્થળોએથી નમૂના લીધા,અન્ય બે નાપાસ નમૂના માટે ફટકાર્યો સાડા ત્રણ લાખ દંડ