Assembly Election 2022/ ચૂંટણી પંચે બીજા તબક્કામાં મતદાન કરવા મતદારોને કરી અપીલ

રાજ્યમાં મતદાનના પ્રથમ તબક્કામાં નિરાશાજનક મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે શનિવારે મતદાનના બીજા તબક્કાના મતદાન પહેલાં મતદારોને ખાસ અપીલ જારી કરી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Assembly Election 2022

Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટેનો પ્રચાર શનિવારે સાંજે 5 વાગ્યે શાંત થઇ ગયો છે. ગુજરાતમાં 5 નવેમ્બરે મતદાન થશે જેના પરિણામો હિમાચલની ચૂંટણીની સાથે 8 ડિસેમ્બરે આવશે. રાજ્યમાં મતદાનના પ્રથમ તબક્કામાં નિરાશાજનક મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે શનિવારે મતદાનના બીજા તબક્કાના મતદાન પહેલાં મતદારોને ખાસ અપીલ જારી કરી છે, તેમને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું, જે ગત ચૂંટણી  કરતાં ઓછું હતું.

નોંધનીય છે કે  2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.75 ટકા મતદાન થયું હતું. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં સુરત, રાજકોટ અને જામનગરમાં રાજ્યની સરેરાશ 63.3 ટકા કરતાં ઓછું મતદાન થયું છે. તો વળી ઘણા મતવિસ્તારોમાં મતદાનની ટકાવારી વધી હતી પરંતુ શહેરમાં મતદાન કરવામાં નિરસતા જોવા મળી હતી. જેના કારણે મહત્ત્વના જિલ્લાઓમાં સરેરાશ મતદાનના આંકડામાં ઘટાડો થયો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે. જેમાં 833 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કામાં પોતાનું નસીબ અજમાવી રહેલા અગ્રણી ઉમેદવારોમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પણ છે.

નોંધનીય છે કે આ ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. બીજા તબક્કાની 93 બેઠકો અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં ફેલાયેલી છે. આ વિધાનસભા ક્ષેત્રોમાં 2.54 કરોડ નોંધાયેલા મતદારો છે. જેઓ રાજ્યના 26,409 મતદાન મથકો પર મતદાન કરશે.

હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી પંચની અપીલને પ્રજા કેટલી સ્વીકારે છે અને આગામી પ ડિસેમ્બરે કેટલા ટકા મતદાન થાય છે.