સુરત/ ડાયમંડ સિટી સુરતમાં પોલીસની સરાહનીય કામગીરી, કામ કર્યું એવું કે, લોકો કરી રહ્યા છે..

સુરત શહેરના પાલનપુર  પાટિયા ખાતે રહેતી 19 વર્ષીય યુવતી સુમન વિસાવેદ અને પાંડેસરા ખાતે રહેતા 22 વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુકબધિર શાળામાં થઈ હતી.

Gujarat Surat
સુરત

સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે.સુરત પોલીસે મુકબધિર યુગલના લગ્ન કરાવીને સામાજિક કાર્યનું ઉદાહરણ પુરું પાડયું છે.સુરત શહેરના પાલનપુર  પાટિયા ખાતે રહેતી 19 વર્ષીય યુવતી સુમન વિસાવેદ અને પાંડેસરા ખાતે રહેતા 22 વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુકબધિર શાળામાં થઈ હતી.પહેલી  મુલાકાત બાદ બન્ને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.બન્ને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા,જો કે આર્થિક તંગીના કારણે તેમનું લગ્ન કરવાનું સ્વપ્ન પુરુ થઈ શકતું  નહોતું. મુકબધિર યુગલે સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ શાખા સીટીમનો સંપર્ક કરી પોતાની ઈચ્છા જણાવી હતી. આખરે આ મુકબધિર  યુગલની ઈચ્છાઓ પૂર્ણ થઈ છે.રાંદેર પોલીસે યુગલના ધામધૂમથી લગ્ન કરાવ્યા એટલું જ નહીં પ્રભુતામાં પગલા પાડનાર નવયુગલને વડીલ તરીકે આશીર્વાદ પણ આપ્યા.

આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલા પાડવા માટે અસમર્થ મુધિર યુગલના સપ્તપદીના ફેરા ફરવાનું સ્વપ્ર અંતે સુરત શહેરની રાંદેર પોલીસ દ્વારા પુરૂં કરવામાં આવ્યું છે,અભ્યાસ દરમ્યાન એકબીજાના સંપર્કમાં આવેલા મુકબધિર યુવક યુવતી છેલ્લા ઘણા સમયથી લગ્નગ્રંથિથી જોડાવવા ઈચ્છતા હતા. જો કે, તેઓની આર્થિક સ્થિતિ આ સ્વપ્ર પુરૂં કરવામાં અવરોધક સાબિત થતાં યુવતી દ્વારા SHE ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે રાંદેર પોલીસ દ્વારા આ યુગલના ભવાનીશંકર મહાદેવ મંદિરમાં ધામધૂમથી વિવાહ કરાવવામાં આવ્યા હતા.

સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે રહેતી 19 વર્ષીય યુવતી સુમન વિસાવેદ અને પાંડેસરા ખાતે રહેતા 22 વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુકબધિર શાળામાં થઈ હતી. પહેલી મુલાકાત બાદ આ બન્ને પ્રેમી પંખીડાઓ એકમેકના પ્રેમમાં પડ્યા હતા અને આજીવન સાથે રહેવાનો કોલ કર્યો હતો. જો કે, પરિવારજનોની મરજી સાથે લગ્નગ્રંથિથી જોડાવવા માટે તૈયાર આ બન્ને યુગલની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લગ્નના અરમાનો પુરા થઈ રહ્યા ન હતા. આ દરમ્યાન સમગ્ર પ્રકરણ અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ શાખા સી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં યુવતી સુમન દ્વારા સમગ્ર હકીકત જણાવતાં મહિલા પોલીસના  મમતાબેન દ્વારા રાંદેર પીઆઈ અતુલ સોનારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

એક તરફ ચુંટણીની દોડા દોડી અને બીજી તરફ આ યુગલના અરમાનો પુરા કરવા માટે રાંદેર પોલીસ પણ કોઈ કચાસ બાકી રાખવા માંગતી ન હતી. અલબત્ત, ચુંટણી પુરી થતાં જ વાજતે – ગાજતે આ બન્ને યુગલને પ્રભુતામાં પગલાં અને અલ્પ સખ્યક સમુદાય ના સમાવેશ થઈ શકે, તેવા અહેવાલો પાડવા માટે રાંદેર પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આજે રાંદેર ટાઉનના તાપી નદીના કાંઠે આવેલા ભવાનીશંકર મહાદેવ મંદિરમાં બન્ને પરિવારના 150 જેટલા મહેમાનોની હાજરીમાં ધામધૂમથી લગ્નવિધિ સમ્પન્ન કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાવવામાં આવેલા આ વિવાહ પ્રસંગમાં હાજર તમામે તમામ મહેમાનો પણ આ દ્રશ્ય જોઈને ભાવવિભારો બન્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંત પહેલા ભાજપે કોંગ્રેસ માટે કહી મોટી વાત, લગાવ્યા આ આરોપો

આ પણ વાંચો:ગુજરાત ચૂંટણી દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું? આપ્યું ચોંકાવનારું નિવેદન

આ પણ વાંચો:આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે જાડેજા જેવો ઘાતક ઓલરાઉન્ડર બનશે