Not Set/ ચૂંંટણી માટે ઉમેદવારે બળદગાડામાં જઈ ઉમેદવારી ફોર્મ ભર્યું

પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે એક ઉમેદવારે પોતાનું આર્કષણ વધારવા માટે બળદગાડામાં જઇને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું તેમજ ડિપોઝીટ પેટે રૂ.10ના ચલણી સિક્કા જમા કરાવ્યા હતા. એક પાર્ટીના ઉમેદવારે બળદગાડામાં સવારી કરીને ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી નોંધવી હતી. રૂ.10ના દસ હજાર રૂપિયાના સિક્કા લઇને પહોંચેલા આ ઉમેદવારે સિક્કાની ગણતરી માટે ચૂંટણી અધિકારીઓને […]

Gujarat
vlcsnap 2017 11 24 15h06m59s866 ચૂંંટણી માટે ઉમેદવારે બળદગાડામાં જઈ ઉમેદવારી ફોર્મ ભર્યું

પાટણ:

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે એક ઉમેદવારે પોતાનું આર્કષણ વધારવા માટે બળદગાડામાં જઇને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું તેમજ ડિપોઝીટ પેટે રૂ.10ના ચલણી સિક્કા જમા કરાવ્યા હતા. એક પાર્ટીના ઉમેદવારે બળદગાડામાં સવારી કરીને ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી નોંધવી હતી. રૂ.10ના દસ હજાર રૂપિયાના સિક્કા લઇને પહોંચેલા આ ઉમેદવારે સિક્કાની ગણતરી માટે ચૂંટણી અધિકારીઓને કામે લગાવ્યા હતા. નોંધનીય છે કે આ અગાઉ પણ એક પાર્ટીના ઉમેદવારે ડિપોઝિટ પેટે રૂ.10ના ચલણી સિક્કા જમા કરીને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

તો આ તરફ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિજય મૂહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. મહત્વનું છે કે આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વટવા ગામથી ડેરીયા ગામ સુધી વાજતે ગાજતે સરઘસ કાઢવામા આવ્યું હતું , જેમાં મોટી સંખ્યામાં સર્મથકો જોડાયા હતા..