Ahmedabad/ યુનિવર્સીટી જનરલ સેનેટની મુદ્દત પૂર્ણ પરંતુ ચૂંટણીમાં અસમનજસ

ગુજરાત યુનિવર્સિટીની જનરલ  સેનેટ કોર્ટની મુદ્દત આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થનાર છે….

Ahmedabad Gujarat
Untitled 66 યુનિવર્સીટી જનરલ સેનેટની મુદ્દત પૂર્ણ પરંતુ ચૂંટણીમાં અસમનજસ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીની જનરલ સેનેટ કોર્ટની મુદ્દત આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થનાર છે. ત્યારે બીજી બાજુ પ્રવેશ પ્રક્રિયા મોડી થતા એન્ટરટેનમેન્ટ બાકી હોવાથી વિદ્યાર્થીઓ ઇલેક્શન પણ આ વર્ષે થાય તેમ નથી.

યુનિવર્સિટી એકટ મુજબ વિવિધ કેટેગરીમાં 100 થી વધુ સેનેટ સભ્યો દર પાંચ વર્ષે નીમાય છે. જેમાં કેટલાક સભ્યો સરકાર નોમિનેટેડ અને કેટલાક ઇલેકટેડ હોય છે. હાલની સેનેટની  મુદત 25 ફેબ્રુઆરી બાદ પૂર્ણ થાય છે. દર વર્ષે માર્ચ મહિનાના અંતમાં સેનેટની વાર્ષિક બેઠક મળે છે અને ફ્લેટના સભ્યો પ્રશ્નો પૂછે છે અને જરૂરી ઠરાવો કરવામાં આવે છે.

જેમાં આ વર્ષે પહેલી બેઠક મળે તેવી શક્યતા છે સેનેટમાં 10 સ્ટુડન્ટ અને સેનેટ મેમ્બર પણ હોય છે. જેની મુદત એક વર્ષની હોય છે અને દર વર્ષે સ્ટુડન્ટ ઇલેક્શન થાય છે આ વર્ષે કોરોના ના લીધે પ્રવેશ પ્રક્રિયા મોડી થતા હજુ સુધી પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ પણ થઈ શક્યું નથી જેને કારણે મેઈન સેનેટ અને સ્ટુડન્ટ સેનેટ બંનેનો ઇલેક્શન અસમંજસમાં છે. ત્યારે બીજી બાજુ સેનેટના આધારે એકેડેમિક અને એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં મેમ્બર બનેલા સભ્યોને પણ અસર થાય તેવી શક્યતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…