Gujarat Election/ NCPના નેતા રેશ્મા પટેલ આજે ગોંડલ બેઠક પરથી બપોરે ફાર્મ ભરશે

રેશ્મા પટેલ ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડશે અને આજે બપોરે 2.15 વાગ્યે ફોર્મ ભરશે. પાર્ટી દ્વારા તેમને ફોર્મ ભરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Top Stories Gujarat
10 NCPના નેતા રેશ્મા પટેલ આજે ગોંડલ બેઠક પરથી બપોરે ફાર્મ ભરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકિય પાર્ટીઓ ઉમેદવારના નામની જાહેરાત કરી રહી છે,હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે NCPના મહિલા નેતા રેશ્મા પટેલ વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરશે. રેશ્મા પટેલ ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડશે અને આજે બપોરે 2.15 વાગ્યે ફોર્મ ભરશે. પાર્ટી દ્વારા તેમને ફોર્મ ભરવાના આદેશ આપવામાં આવ્યા છે.

રેશ્મા પટેલની વાત કરીએ તો આ પહેલા તેઓ 2019માં માણાવદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા હતા. જોકે તેમની કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા સામે હાર થઈ હતી, ત્યારે હવે તેઓ ગોંડલ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવશે.

ઉલ્લેખનીય છે કે   રેશમા પટેલનું વતન  વંથલી તાલુકાના બંટિયા ગામ છે. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. આ સાથે તેમણે અમદાવાદ તથા જૂનાગઢમાં પણ કેટલીક નોકરીઓ કરી છે અને તેમણે મોડલિંગ પણ કરેલું છે. જોકે વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા તરીકે સામે આવ્યા હતા અને અને 2017માં ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે તેમને ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે છેડો ફાડી નાખ્યો હતો.