IT Raid/ ચૂંટણી પહેલા જ ગુજરાતના આ શહેરોમાં ITના દરોડા

રાજ્યમાં ભૂજ,રાજકોટ,ગાંધીધામમાં આઇટીએ દરોડા પાડ્યા છે. આ દરોડા રિયલ એસ્ટેટમાં સંકળાયેલા ધંધાર્થીઓ સહિત ફાઇનાન્સ બ્રોકર પર પાડવામાં આવ્યા છે

Top Stories Gujarat
12 ચૂંટણી પહેલા જ ગુજરાતના આ શહેરોમાં ITના દરોડા
  • ગુજરાતમાં IT વિભાગના દરોડાનો ધમધમાટ
  • ભુજ,રાજકોટ,ગાંધીધામમાં દરોડાની કાર્યવાહી
  • કેટલાંક ગ્રુપો પર IT વિભાગની તવાઈ
  • રાજકોટ, ગાંધીધામ, ભુજમાં આવકવેરાના દરોડા
  • 200 થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો
  • 30 અલગ અલગ જગ્યાએ દરોડા અને સર્ચ
  • ફાઇનાન્સ બ્રોકર, રિયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં દરોડા

ગુજરાત વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં આઇટીના દરોડાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ભૂજ,રાજકોટ,ગાંધીધામમાં આઇટીએ દરોડા પાડ્યા છે. આ દરોડા રિયલ એસ્ટેટમાં સંકળાયેલા ધંધાર્થીઓ સહિત ફાઇનાન્સ બ્રોકર પર પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામલ થયા છે. આ આઇટી દરોડાના લીધે સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે આ સાથે ફઆઇનાન્સના બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આઇટી દરોડામાં ભારે બેનામી સંપત્તિ મળી આવવાના અંધાણ છે. હાલ 30થી વધુ સ્થલો પર આઇટીના દરોડા ચાલી રહ્યા છે. આઇટીના દરોડાના નિવાસ્થાન અને ઓફિસ પર ભારે તવાઇ આઇટી વિભાગે બોલાવી છે.  તમામ એકાઉન્ટની  સાથે ઘર ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપહરેશન હાથ ધરવામાં આવ્યું છે.