Not Set/ વેક્સિન..!! એક નવી સવાર તેના કિરણો રેલાવવાની તૈયારીમાં છે…!!!

વો સુબહ કભી તો આયેગી…! શબ્દો અત્યારે અશાંત બની ચૂકેલા મન પર મલમ લગાવવાનું કામ કરે છે..આખરે આશા જ અમર છે, આશાના કિરણ પર જ તો દુનિયાના કોઈપણ દેશના લોકો કોઈપણ ખરાબ સ્થિતિને માત કરી શકે છે.

Top Stories India Mantavya Vishesh
rina brahmbhatt1 વેક્સિન..!! એક નવી સવાર તેના કિરણો રેલાવવાની તૈયારીમાં છે...!!!

@ કટાર લેખક – રીના બ્રહ્મભટ્ટની કલમથી… 

વો સુબહ કભી તો આયેગી…! શબ્દો અત્યારે અશાંત બની ચૂકેલા મન પર મલમ લગાવવાનું કામ કરે છે..આખરે આશા જ અમર છે, આશાના કિરણ પર જ તો દુનિયાના કોઈપણ દેશના લોકો કોઈપણ ખરાબ સ્થિતિને માત કરી શકે છે. બાકી , એક સનાતન સત્ય અને જમીની સચ્ચાઈ છે કે, આપણે કોરોના માટે પૃથ્વી પર વધતા પાપો અને પ્રદૂષણ ને જવાબદાર ગણીએ છીએ પરંતુ માનવ જીવનની જયારે સંભાવના પણ ના હતી ત્યારથી પૃથ્વી પર પ્રલય અને રોગચાળા કે આવા વાઇરસ વખતોવખત દેખા દેતા આવ્યા છે.

ઇતિહાસ તપાસતા માલુમ પડે છે કે, કોઈપણ મનુષ્ય કે જે, 17મી સદીનો હોય, 19 કે 20મી સદીનો પરંતુ તેના સમગ્ર જીવન દરમ્યાન તે એક ધરતીકંપ (કે કોઈ મોટી કુદરતી આપત્તિ), એક માનવસર્જિત આપતી કે જે કદાચ કોમવાદ કે ક્રુસેડને લગતા તોફાનો કે પછી આવી મહામારી અવશ્ય જુવે છે કે ભોગવે છે. તેથી તેવું વિચારવાનો જરાપણ અર્થ નથી કે, પાપ વધી ગયા છે અને કુદરત વિફરી છે. યુદ્ધો, તોફાનો, આપત્તિ, દુકાળ કે રોગચાળા એ સદાકાળથી માનવજીવનનો ભાગ રહ્યા છે. જીવનમાં આવી ત્રણેક પ્રકારની આપત્તિઓનો સામનો મોટાભાગે લોકોએ કરવો જ પડે છે.

ક્યાંક યુદ્ધના ખપ્પરમાં , ક્યાંક ક્રુસેડના ખપ્પરમાં કે ક્યાંક દુકાળના ખપ્પરમાં માનવ જિંદગીઓ હોમાતી જ આવી છે. કદાચ તેવું પણ હોય કે, ધરતીને વર્ષોના અંતરાલે લોહીની તરસ લાગતી હશે. અને તેથી જ લાખો કે કરોડો જિંદગીઓ આવા જ કારણોસર દરેક સદીએ હોમાતી રહે છે. સાયન્સ કે દુનિયાભરના વિદ્વાનો કે ધર્માચાર્યો માફ કરે પરંતુ આ અંગે કોઈ રસ્તો શોધી શક્યા નથી. માનવ જીવનમાં ઉભી થતી કરુણાંતિકાઓ માટે ક્યાં પરિબળો જવાબદાર છે અને વખતોવખત આવા વાઇરસ ક્યાંથી પેદા થાય છે ?? તે પૃથ્વી પરનો સૌથી મોટો પડકાર છે.

POLITICAL / ભાજપને તેની ‘બી’ ટીમે વધુ મજબુત બનાવ્યા…

છેક 1778 માં ટ્યુબરક્લોસિસ હવાઇલીયન ટાપુઓ પર જોવા મળ્યો હતો, તો 1853 માં ટાઇફોઇડ અને સ્મોલ પોક્સે સપાટો બોલાવતા આ ટાપુ પર ફક્ત 70,000 જટલી જિંદગીઓ જ બચવા પામી હતી. તો વીસમી સદી માં પણ 10 લાખ જેટલા લોકોનો આવા પૅન્ડેમીકે જીવ લીધો હતો. 1918 ના જાન્યુઆરીમાં “સ્પેનિશ ફલૂ” એ હાહાકાર મચાવ્યો હતો..મતલબ કે આજથી લગભગ 100 વર્ષ પહેલા આનાથી પણ ખતરનાક વાઇરસ પૃથ્વીને ઘમરોળી રહ્યો હતો. જેમાં ભારતમાં પણ તેની કુલ વસ્તીના લગભગ 5 % જેટલા લોકોના મરણ થયા હતા.

મતલબ કે આખી દુનિયામાં થી લગભગ 50 મિલિયન જેટલા લોકો થૉડા જ સમયમાં આ પેન્ડેમિકથી જાન ગુમાવી ચુક્યા હતા. જેની સામે પ્રથમ વિશ્વયુદ્ધમાં 40 મિલિયન લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે 1914 થી 1918 વચ્ચે ચાલ્યું હતું. જો કે, ત્યારબાદ પણ આપણે પાછલા કેટલાક સમયથી સાર્સ એન્થ્રેક્સ , ઇબોલા, એચઆઈવી , જેવી બીમારીઓ સામે લડી ચુક્યા છીએ. અન્યથા ઇબોલા તે કોવીડ કરતા પણ વધુ ખતરનાક નીવડી શકત.. પરંતુ તે કોઈ કારણોસર સીમિત રહ્યો..તે આપણું સદનસીબ હશે…

Haidarabad / ભાજપનો દબદબો વધ્યો, ટીઆરએસની સત્તા ઓવૈસીના ભરોસે…

બાકી આપણે આ યુગને અને પાપોને કોશી જે શાંતિ મેળવવાનો નિરર્થક પ્રયાસ કરીયે છીએ તેમાં બહુ દમ નથી. ઉલટાનું આ યુગમાં આપણે શીતળા, પોલિયો, ટીબી ને નશ્યત કરી મહદંશે કંટ્રોલ કરવામાં સફળ રહ્યા છે. જે વૈજ્ઞાનિકો ને અને સાયન્સ જગતને આભારી છે. બીજું કે આ યુગમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા બહેતર બનતા આપણે લોકોને ખુબ ઝડપથી ઉપલબ્ધ સારવાર પુરી પડી શકીયે છીએ .. જેને પગલે આ પણ એક આશીર્વાદ સમાન સુવિધા બની છે કે, જેના થકી આપણે દરેક આયોજનને પહોંચી વળીએ છીએ. અને વળી સ્પેનિશ ફલૂ અને ઇબોલાની તુલના એ કદાચ કોવીડ તમને ઘણો સરળ પણ લાગે..

વેલ, મહામારી, યુદ્ધો, આપત્તિ અને માનવ સંપત્તિની ખુવારી અંગે લખવા બેસીયે તો એક આર્ટિકલ કદાચ નાનો પડે.. પરંતુ એટલું તો આપણે સ્વીકારવું જ રહ્યું કે, મહામારીઓ તે હંમેશા થી માનવ જીવનનો એક હિસ્સો રહી છે. દર એક સદીએ તે કોઈને કોઈ સવરૂપે ત્રાટકે જ છે. પરંતુ ક્યાંક આ યુગ અને યુગના લોકો નસીબદાર છે કે, એકાદ વર્ષના કટોકટીપૂર્ણ સમય જ રસી ની નજીક પહોંચી ચુક્યા છે. મોદીજીની સત્તાવાર જાહેરાત અને બ્રિટન દુનિયાનો તેવો દેશ બનવા જઈ રહ્યો છે કે, જ્યાં ફાઇઝર બાયોનટેકને વિશ્વની પ્રથમ કોરોના વાઇરસની વ્યાપક વપરાશની સત્તાવાર જાહેર કરી છે.

politics / પંજાબ સર કરવા કેજરીવાલની વ્યૂહરચના, ખેડૂતોની દિલ્હીમાં સરભરા…

ટૂંકમાં આપણે તે સવારની ખુબ નજીક પહોંચી ગયા છીએ કે, જ્યાં નો સૂર્યોદય આશાના સોનેરી કિરણો રેલાવી લોકોને આ ચિંતામાંથી મુક્તિ આપશે. ત્યારે બને કે, આ એક વૈશ્વિક ઉત્સવ બની દિવાળીની ફીલિંગ્સ આપી જાય. આપણે પણ કાગડોળે આ ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ. બાકી આટલા ટૂંકા સમયમાં રસી બનાવવી તે એક ચમત્કારથી વિશેષ બાબત છે. અન્યથા રસી બનાવવી તે એક લાંબો સમય માંગતી પ્રક્રિયા છે. કહેવાય છે કે, દુનિયા માં આના પહેલા મમ્પસ બીમારીની રસી ખુબ ટૂંકા ગાળામાં શોધવામાં આવી હતી.

તે સિવાય સાર્સ બીમારી સમયે પણ સિનોવેક કંપનીએ રસીના પહેલા ચરણ ની તૈયારી શરુ કરી દીધી હતી. પરંતુ 774 જેટલા લોકોના જીવ ગુમાવ્યા બાદ કુદરતી રીતે આ વાઇરસ ખતમ થઇ ગયો હતો. અને કંપનીને નુકસાન ગયું હતું. ખેર, કોવિડ મામલે લગભગ એક સાથે અનેક રસીઓ હાથવેંત માં છે. પરંતુ સવા અરબ જેટલી વસ્તી ધરાવતા દેશ માટે રસી વિતરણ પણ એક મોટો પડકાર છે. પરંતુ આઈસીએમઆર ના મહાનિર્દેશક બલરામ ભાર્ગવના જણાવ્યા અનુસાર, સરકારનો ઉદેશ્ય વાઇરસની ટ્રાન્સમિશન ચેનને તોડવાનો રહેશે.

મતલબ કે એક ચોક્કસ આયોજન સાથે એક ચોક્કસ આબાદીને જ લગભગ આ ડોઝ અપાશે. બધા જ લોકોને ડોઝ આપવાની જરૂર પણ રહેશે નહી. પરંતુ આ વાઇરસની એક ચાવી લોકોના હાથમાં જ છે અને તે છે , સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન કરવું. જે હજી આગામી સમય દરમ્યાન મહત્વપૂર્ણ તો રહેશે. બાકી જે લોકો માસ્ક નથી પહેરતા અને વગર વિચારે લોકો વચ્ચે બેફામ ફરે તેઓ તેમને અને લોકોને એક જોખમ તરફ ધકેલી સમગ્ર સમાજ માટે મુસીબત બની રહ્યા છે. તે લોકો હવે સમજે તો આ યુગ ખુબ ઝડપથી આ મુશ્કેલી થી છુટકારો મેળવશે જ..


મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…