Not Set/ અમદાવાદ/ ફ્લાવર શો જોવા માટે હવે તમારે ચુકવવી પડશે આટલી ફી

દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જો કે આ વખતે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફ્લાવર શો માં આ વર્ષે મુલાકાતીઓને વધુ ફી આપીને એન્ટ્રી મળશે. એન્ટ્રી ફી આ પહેલા 10 રૂપિયા હતી જે હવે 20 રૂપિયા કરી દેવામાં આવી છે. જો કે વિકલાંગો, 12 વર્ષથી નાના […]

Top Stories Ahmedabad Gujarat
Flower Show અમદાવાદ/ ફ્લાવર શો જોવા માટે હવે તમારે ચુકવવી પડશે આટલી ફી

દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જો કે આ વખતે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફ્લાવર શો માં આ વર્ષે મુલાકાતીઓને વધુ ફી આપીને એન્ટ્રી મળશે. એન્ટ્રી ફી આ પહેલા 10 રૂપિયા હતી જે હવે 20 રૂપિયા કરી દેવામાં આવી છે.

Image result for flower show in ahmedabad

જો કે વિકલાંગો, 12 વર્ષથી નાના બાળકો અને સિનિયર સિટિઝનને એન્ટ્રી માટે કોઇ ફી આપવાની રહેશે નહી. વધુમાં જો તમે આ ફ્લાવર શો શનિવારે-રવિવારે જોવા જાઓ છો તો તમારે થોડા વધુ રૂપિયા આપવા પડશે. આ દરમિયાન મુલાકાતીઓએ 20 રૂપિયા નહી પણ 50 રૂપિયા ફી આપી એન્ટ્રી લેવાની રહેશે.

Flower3 અમદાવાદ/ ફ્લાવર શો જોવા માટે હવે તમારે ચુકવવી પડશે આટલી ફી

દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અહી લાખોની સંખ્યામાં લોકો આવે છે અને સુંદર ફ્લાવરોને જોઇ મંત્રમુગ્ધ બની જાય છે. ગત વર્ષે અહી 5 લાખ લોકોએ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ આ આંકડો વધી શકે તેવી આશા છે. ફ્લાવર શો ને જોવા માટે લોકો દૂર દૂરથી દોડી આવે છે. ફ્લાવર શો દરમિયાન માહોલ ખરાબ ન થાય તે માટે અહી પોલીસનો બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવતો હોય છે.

Flower અમદાવાદ/ ફ્લાવર શો જોવા માટે હવે તમારે ચુકવવી પડશે આટલી ફી

ફ્લાવર શો ને જોવા માટે મોટાભાગનાં લોકો રજાનો દિવસ પસંદ કરે છે. ખાસ કરીને શનિવાર અને રવિવાર ફ્લાવર શો માં ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આ વર્ષે જો તમે શનિવારે કે રવિવારે ફ્લાવર શો જોવાનુ વિચારી રહ્યા છો તો તેના માટે તમારે થોડી વધુ ફી આપીને એન્ટ્રી લેવી પડશે. અહી આ બન્ને દિવસોમાં 50 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.