Not Set/ પાંચ વર્ષના બાળકે રોજુુ રાખી કોરોના નાબૂદી માટે દુઆ કરી

ઉપલેટાના ઝીકરિયા ચોક વિસ્તારમાં રહેતા અને વર્ષોથી પત્રકારત્વ સાથે સંકળાયેલ આમિરખાન પઠાણના પાંચ વર્ષના સુપુત્ર આતિફખાન પઠાણએ રમજાન માસમાં રોજુ રાખી નાની ઉંમરે મોટી બંદગી કરી.

Gujarat Others Trending
bullock cart 12 પાંચ વર્ષના બાળકે રોજુુ રાખી કોરોના નાબૂદી માટે દુઆ કરી

પાંચ વર્ષના બાળકે રોજુ રાખી બંદગી કરી

મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર એટલે કે રમજાન માસ કહેવાય. તેમા 27 મુ રોજુ એટલે હરણી રોજુ કહેવામા આવે છે. તેથી રાજકોટ જીલ્લાના ઉપલેટા શહેરમાં રમજાન માસમાં પાંચ વર્ષના બાળકની મોટી ઈબાદત. હાલ કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે ઉપલેટાના ઝીકરિયા ચોક વિસ્તારમાં રહેતા અને વર્ષોથી પત્રકારત્વ સાથે સંકળાયેલ આમિરખાન પઠાણના પાંચ વર્ષના સુપુત્ર આતિફખાન પઠાણએ રમજાન માસમાં રોજુ રાખી નાની ઉંમરે મોટી બંદગી કરી.

તેણે કોરોના વાયરસ નેસ્તો નાબૂદ થાય તેવી દુઆ કરી અને દેશમાં ભાઈચારો, અમન અને શાંતિ બની રહે તેવી દુઆ કરી. રમઝાન માસનું 27 મુ રોજુ રાખીને પોતાનું પહેલુ રોજુ પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાંધીને રમજાન માસનું પહેલુ રોજુ પૂર્ણ કરતા ઉપલેટાના સાદાત ઈકરામ આલીમે દિન મુસ્લિમ સમાજના આગેવાનો તથા તમામ લોકોએ આ બાળ રોજેદારને ફુલહાર, પૈસાના હાર પહેરાવી મુબારક બાદ ધન્યવાદ આપી તેનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.