Not Set/ VIDEO : પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ જકાર્તામાં માંની પતંગ ઉડાવવાની મજા, જુઓ

જકાર્તા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુરના ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલા પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા હતા. જકાર્તા પહોચ્યા બાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે ડેલીગેશનની લેવલની બેઠક યોજાઈ હતી તેમજ તેઓ ઘણા કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતાં. PM Narendra Modi and Indonesian President Joko Widodo at a Kite exhibition in Jakarta pic.twitter.com/RpILedrIOF— ANI […]

Top Stories Trending Videos
pm modi 4 VIDEO : પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ જકાર્તામાં માંની પતંગ ઉડાવવાની મજા, જુઓ

જકાર્તા,

ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુરના ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલા પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા હતા. જકાર્તા પહોચ્યા બાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે ડેલીગેશનની લેવલની બેઠક યોજાઈ હતી તેમજ તેઓ ઘણા કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતાં.

જો કે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડાડો જકાર્તામાં યોજાયેલા કાઈટ ફ્રેસ્ટીવલમાં હજાર રહ્યા હતાં અને જ્યાં બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોએ પતંગ ઉડાવવાની મજા પણ માની હતી.

આ પહેલા ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું રાષ્ટ્રપતિ ભવનમાં શાહી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે ડેલીગેશનની લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં રક્ષા, વેપાર સહિતના કેટલાક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતાં.

બંને દેશોના મહત્વના કરારો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું, “આ મહાન અને સુંદર દેશની આ મારી પ્રથમ યાત્રા છે. આ યાત્રાના શાનદાર આયોજન માટે હું રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરું છું.

તેઓએ વધુમાં જણાવ્યું, “તાજેતરમાં થયેલા આતંકી હુમલાઓમાં ઇન્ડોનેશિયાના નિર્દોષ લોકોના મોત થયાને બદલે હું દુઃખી છું. ભારત આ પ્રકારના હુમલાઓની ઘોર નિંદા કાર છે અને આ મુશ્કેલભર્યા સમયમાં ભારત ઇન્ડોનેશિયા સાથે મજબૂતીથી સાથે ઉભું રહ્યું છે”.

દુનિયામાં વધી રહેલા આતંકવાદ સામે લડવા અંગે તેઓએ જણાવ્યું, “આતંકવાદ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે કરવામાં આવી રહેલા પ્રયાસોમાં હજી પણ ગતિ લાવવાની આવશ્યકતા છે”.