Not Set/ ભજન ગાયિકા અનુરાધા પોંડવાલે બિલ્ડરો સામે પોલિસ ફરિયાદ કરી,જાણો કેમ

મુંબઇ  જાણીતી ગાયિકા અનુરાધા પોંડવાલે મુંબઈના બિલ્ડરોના સામે 40 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ કેસ વિરાર વિસ્તારના એક ફ્લેટની ખરીદી સાથે જોડાયેલો છે. અનુરાધા પોંડવાલે આ કેસ અરનાલા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે. તેઓએ આ કેસ સાત બિલ્ડરો સામે કર્યો છે. મળતી માહિતી અનુસાર અનુરાધાએ  રાજુ સુલેરે અને અવિનાશ ધોલ નામના બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી […]

Trending Entertainment
t6 ભજન ગાયિકા અનુરાધા પોંડવાલે બિલ્ડરો સામે પોલિસ ફરિયાદ કરી,જાણો કેમ

મુંબઇ 

જાણીતી ગાયિકા અનુરાધા પોંડવાલે મુંબઈના બિલ્ડરોના સામે 40 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ કેસ વિરાર વિસ્તારના એક ફ્લેટની ખરીદી સાથે જોડાયેલો છે. અનુરાધા પોંડવાલે આ કેસ અરનાલા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે. તેઓએ આ કેસ સાત બિલ્ડરો સામે કર્યો છે. મળતી માહિતી અનુસાર અનુરાધાએ  રાજુ સુલેરે અને અવિનાશ ધોલ નામના બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી છે અને અન્ય પાંચ તેના સાથી છે. આ સાત આરોપીઓ ફરાર છે.

મળતા રીપોર્ટ્સ પ્રમાણે વિરારના ડિપ્ટી સુપરિટેંડેંટ જયંત બાજબલેએ જણાવ્યું કે અરનાલ બીચ પાસે બિલ્ડર્સએ સસ્તા ફ્લેટ્સનું વચન આપ્યું હતું. આ ફ્લેટ્સમાં અનુરાધા પોંડવાલના સાથે અન્ય ઘણા લોકોએ ઘર બુક કરાવ્યા હતા. આ બિલ્ડરોએ સ્વિમિંગ પૂલજિમ અને પાર્ક સહિતના રોકાણકારોને સુવિધાઓ આપવાની પણ જાહેરાત કરી હતી. બજાબેલે જણાવ્યું હતું કે આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવીને ઘણાં લોકોને ફ્લેટ વેચ્યા હતા અને તેમની પાસે લાખો પડાવ્યા હતા.

અનુરાધા પોંડવાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “એક રોકાણ તરીકેમેં વર્ષ 2013 માં ફ્લેટ બુક કરાવ્યો હતો.ફ્લેટમાં સુવિધાના નામે મીંડુ હતું અને રોકાણ કર્યા પછી ફ્લેટ પણ નહોતો મળ્યો કે રૂપિયા પણ નહોતા મળ્યાં.