સુનંદા પુષ્કર કેસમાં લગભગ 4 વર્ષ બાદ દિલ્લી પોલીસ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે સુનંદાના પતિ અને કોંગ્રેસના નેતા શશી થરુરને સંદિગ્ધ આરોપી માન્યા છે. તેઓ ચાર્જશીટમાં એકલા આરોપી છે. પોલીસે કોર્ટમાં 3000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આઈપીસી ની ધારા 306 અને 498 અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
જાણકારી મળ્યા મુજબ, કોંગ્રેસઅ નેતા શશી થરુરની મુશ્કેલીઓમાં વૃદ્ધિ થઇ શકે છે. દિલ્લી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેને સંદિગ્ધ આરોપી માનવામાં આવી રહ્યા છે. પટિયાલા હાઉસ કોર્ટમાં 24 મેના રોજ ચાર્જશીટ પર વિચાર કરવામાં આવશે. આ જ દિવસે શશી થરૂરને કોર્ટમાં બોલાવવામાં આવશે. જયારે શશી ઠરુએ આ ચાર્જશીટને કાલ્પનિક ગણાવી છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે,
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે આ કેસથી જોડાયેલા બધા ગવાહો અને દસ્તાવેજોને યુપીએ સરકારે અને ભ્રષ્ટ પોલીસે નષ્ટ કરી દીધા છે. વર્તમાન સાક્ષ્યના આધાર પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ટ્રાયલના સમયે વધારે માહિતીઓ સામે આવશે. શશી થરુર પર આરોપ છે કે તેમણે તેમની પત્નીને આત્મહત્યા કરવા પર મજબુર કર્યા હતા.
આપને જણાવી દઈએ કે 17 જાન્યુઆરી, 2014 રોજ રાતે દિલ્લીના એક ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં કોંગ્રેસ નેતા અને સાંસદ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કર(51) મૃત મળી હતી. આ ઘટનાના એક દિવસ પહેલા પાકિસ્તાની પત્રકાર મેહર તરાર અને સુનંદા વચ્ચે ટ્વિટર પર ઝઘડો થયો. આ ઝઘડો શશી થરુર સાથે મેહારના અફેર બાબત પર થઇ હતી.
સુનંદા પુષ્કરના મોતના મામલે શશી થરુર સહીત ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્લી પોલીસ શશી થરુરના ઘરેલું સહાયક નારાયણ સિંહ, છાલક બજરંગી અને દોસ્ત સંજય દિવાનનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવી ચુકી છે. આ કેસમાં વિસરાને ફરીવાર તપાસ માટે એફબીઆઇ લેબ પણ મોકલવામાં આવ્યા હતા પરંતુ કઈ સબુત મળ્યા નહોતા.
29 સપ્ટેમ્બર 2014 ના રોજ એમ્સના મેડીકલ બોર્ડમાં સુનંદાના મૃત શરીરની પોસ્ટમોર્ટમ રીપોર્ટ દિલ્લી પોલીસને મોકલી હતી. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સુનંદાની મૃત્યુ ઝેરથી થઇ હતી. બોર્ડે જાણવું હતું કે એવા રસાયણને પેટમાં જવા અથવા લોહીમાં મળવા પર ઝેર બની જાય છે પરંતુ તેને વાસ્તવિક રીતે ખબર લગાવવી મુશ્કેલ હોય છે.
પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ 1 જાન્યુઆરી 2015 ના રોજ સરોજની નગરના થાણામાં અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાની ધારામાં કોર્ટ કેસ દાખલ કરી લેવામાં આવ્યો હતો. આ પછી સુનંદાના વિરસાણે તપાસ માટે એફબીઆઇ લેબ અમેરિકા મોક્લામાં આવ્યું હતું. ત્યાંની લેબમાં પણ ઝેર વિષે કોઈ ખબર લાગી નહોતી. પોલીસે ફોરેન્સિક એનાલિસિસ ટેસ્ટ પણ કરાવ્યા છે.