Bihar News: બિહારમાં લોકસભાની ચૂંટણીમાં NDAની બેઠકોનું વિભાજન થઈ ગયું છે. ચિરાગ પાસવાનની લોકશક્તિપાર્ટી પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. બિહારમાં ભાજપના પ્રભારી વિનોદ તાવડેએ NDAના નેતાઓ સાથે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ ફોર્મુલા પર ચર્ચા થઈ અને NDA ગઠબંધનમાં સામેલ બધા પક્ષોએ આનો સ્વીકાર કર્યો છે.
જે ફોર્મ્યુલા બનાવવામાં આવી છે તે મુજબ, ભાજપ 17 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે JDU 16 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટીને 5, માંઝીની પાર્ટી હિંદુસ્તાની આવામ મોર્ચાને 1 સીટ, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને 1 સીટ આપવામાં આવી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે પશુપતિ પારસની લોકજન શક્તિ પાર્ટીને એક પણ સીટ મળી નથી. પશુપતિ પારસે થોડા દિવસ અગાઉ બળવાના સંકેતો આપતા કહ્યું હતું કે, તેમની પાસે વિકલ્પો છે.
ભાજપ આ બેઠકો પરથી ચૂંટણી લડશે
પશ્ચિંમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ઔરંગાબાદ, મધુબની, દરભંગા, મુજફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજીયારપુર, બેગુસરાય, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર, આરા, બક્સર, સાસારામ, અરરિયા.
ચિરાગ પાસવાનની પાર્ટીના નેતા રાજુ તિવારીએ કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વમાં વાટાઘાટો બાદ માત્ર પાંચ બેઠકો મળી છે. હું કહેવા માગુ છું, અમે કેવળ 5 સીટો જ નહીં પરંતુ 40 બેઠકો પર જીત મેળવીશું.
જેડીયુના નેતા સંજય ઝાએ કહ્યું કે, બિહારમાં આ વર્ષે એક તરફી ચૂંટણી થઈ રહી છે. એનડીએ 40 સીટો પર વિજય મેળવશે. બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ (ભાજપ, જેડીયુ,એલજેપી)એ શાનદાર જીત મેળવી હતી. એનડીએએ બિહારની 40 લોકસભા સીટોમાંથી 39 બેઠકો પર જીત મેળવી હતી.
આ પણ વાંચો:જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત
આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી
આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ