IPL 2024/ IPL 2024ને લઇને હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને લઈ આપ્યું મોટું નિવેદન…

વર્ષ 2013માં રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન બન્યો હતો અને એ સમયે અડધી મેચ થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સનુ નેતૃત્વ રોહિતને સોંપી દેવામાં આવ્યુ હતુ. આ પહેલુ વર્ષ હતુ જ્યારે IPLનું ટાઇટલ એમના નામે કર્યુ હતુ. ત્યારથી લઇને વર્ષ 2023 સુધી 5 વખત ટ્રોફી જીતી………….

Sports
Beginners guide to 2024 03 18T205904.257 IPL 2024ને લઇને હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને લઈ આપ્યું મોટું નિવેદન...

Sports News: IPLને શરૂ થવામાં થોડા જ દિવસ બાકી છે. જ્યારે પ્રથમ મેચ 22 માર્ચે રમાશે. ચેન્નઇમાં પહેલી મેચમાં RCB અને CSK ની ટીમ ટકરાશે. ત્યારે 5 વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ પણ તૈયારી શરૂ છે. બધા ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ વખતે ટીમનુ નેતૃત્વ હાર્દિક પંડ્યાના હાથમાં જશે. હવે આગામી સિઝનના 4 દિવસ પહેલા જ હાર્દિક પંડ્યાએ MIના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.

વર્ષ 2013માં રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન બન્યો હતો અને એ સમયે અડધી મેચ થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સનુ નેતૃત્વ રોહિતને સોંપી દેવામાં આવ્યુ હતુ. આ પહેલુ વર્ષ હતુ જ્યારે IPLનું ટાઇટલ એમના નામે કર્યુ હતુ. ત્યારથી લઇને વર્ષ 2023 સુધી 5 વખત ટ્રોફી જીતી હતી અને દરેક વખતે કેપ્ટન રોહિત શર્મા હતા. IPL માં માત્ર બે જ કેપ્ટન IPLનું ટાઇટલ પોતાના નામે કર્યુ હતુ. એમાં રોહિત અને એમ.એસ ધોનીનું નામ છે. પણ આ વખતે આશ્ચર્યજનક રીતે રોહિત શર્માને હટાવીને તેની જગ્યાએ હાર્દિક પાંડ્યાને કેપ્ટન બનાવાયો છે.

હાર્દિક પાંડ્યાએ રોહિત શર્માને લઇને કહ્યું કે, એ મારી મદદ માટે હંમેશા હાજર રહેશે. વધુ જણાવતા કહ્યું કે, આ ટીમે કંઇ પણ મેળવ્યુ છે એ રોહિત શર્માના નેતૃત્વમાં મેળવ્યુ છે. હવે મારે એને આગળ લઇને જવાનું છે. હાર્દિક પંડ્યાએ આશા વ્યકત કરી કે રોહિત ભારતીય ટીમના કેપ્ટન છે અને તેમની મને મદદ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Bihar/ બિહારમાં લોકસભાની ચૂંટણી પહેલા NDA બેઠકોનું થયું વિભાજન…

આ પણ વાંચો:જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત

આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવ