Not Set/ ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી આ બોલિવૂડ અભિનેત્રીને કરી રહ્યા છે ડેટ ?

બોલિવૂડ સેલિબ્રિટી અને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે હંમેશા સારો સંબંધ રહ્યો છે. ક્યારેક આ સંબંધો ગોસિપથી આગળ ન ગયા, તો ક્યારેક આવા સંબંધોએ મુકામ પર પહોંચી ગયા. એવા ઘણા કપલ છે જેમણે લગ્ન કર્યા. હાલ, બોલિવૂડ અને ક્રિકેટ સાથે જોડાયેલી એક મહત્વની પ્રેમ કહાણી સામે આવી રહી છે. રિપોર્ટ્સનું માનવામાં આવે, તો ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી […]

Top Stories Sports
ravishastri nimratkaur 130782 730x419 m ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી આ બોલિવૂડ અભિનેત્રીને કરી રહ્યા છે ડેટ ?

બોલિવૂડ સેલિબ્રિટી અને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે હંમેશા સારો સંબંધ રહ્યો છે. ક્યારેક આ સંબંધો ગોસિપથી આગળ ન ગયા, તો ક્યારેક આવા સંબંધોએ મુકામ પર પહોંચી ગયા. એવા ઘણા કપલ છે જેમણે લગ્ન કર્યા.

હાલ, બોલિવૂડ અને ક્રિકેટ સાથે જોડાયેલી એક મહત્વની પ્રેમ કહાણી સામે આવી રહી છે. રિપોર્ટ્સનું માનવામાં આવે, તો ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી બોલિવૂડની એક અભિનેત્રી સાથે રિલેશનશિપમાં છે.

593970 ravi shastri pti e1535963810474 ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી આ બોલિવૂડ અભિનેત્રીને કરી રહ્યા છે ડેટ ?

ઈરફાન સાથે ફિલ્મ લંચ બોક્સ તેમજ અક્ષય કુમાર સાથે એરલિફ્ટ ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી નિમરત કૌર અને રવિ શાસ્ત્રી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાના અહેવાલ છે.

એક રિપોર્ટ મુજબ 36 વર્ષની નિમરત કૌર રવિ શાસ્ત્રી સાથે બે વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે, બંને એ આ સંબંધ વિષે કોઈને પણ ખબર પડવા દીધી નથી.

1535956674 india cricket coach ravi shastri dating airlift actress nimrat kaur e1535963856911 ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી આ બોલિવૂડ અભિનેત્રીને કરી રહ્યા છે ડેટ ?

સવાલ થઇ રહ્યો છે કે આ બંને સ્ટાર મળ્યા કેવી રીતે? આ બંને સ્ટાર સાથે જોવા પણ નથી મળ્યા. રિપોર્ટ મુજબ 2015માં જર્મન લક્ઝરી કારની લોન્ચિંગ સમયે બંને વચ્ચે મુલાકાત થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટમાં બંનેની મુલાકાત પ્રેમ કહાણીમાં બદલાઈ ગઈ.

Nimrat Kaur ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી આ બોલિવૂડ અભિનેત્રીને કરી રહ્યા છે ડેટ ?

વળી, રવિ શાસ્ત્રી એ 2012માં 22 વર્ષ બાદ પોતાની પત્ની રીતુ સિંહને છૂટાછેડા આપ્યા હતા. જયારે નિમરત કૌર અત્યાર સુધી સિંગલ છે.

શાસ્ત્રી વિષે વાત કરીએ, તો હાલ તેઓ ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જયારે નિમરત એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી છે. જણાવી દઈએ કે રવિ શાસ્ત્રી ની ઉંમર 56 વર્ષની છે.