Retirement/ દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર

દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ બોલર ડેલ સ્ટેને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. ડેલ સ્ટેને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

Top Stories Sports
1 4 દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર

દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ બોલર ડેલ સ્ટેને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. ડેલ સ્ટેને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ડેલ સ્ટેને પોતાની ઝડપનાં જોરે દિગ્ગજ બેટ્સમેનોને સ્તબ્ધ કરી દીધા હતા. વળી, ટીમ ઈન્ડિયાનાં વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા પણ એક સમયે સ્ટેનગનથી ખૂબ હેરાન થઇ ગયા હતા.

1 1 દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર

આ પણ વાંચો – Tokyo Paralympics / ભારતને મળ્યો વધુ એક મેડલ, શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાને મંગળવારે મોટો ઝટકો લાગ્યો હતો. ટીમનો સૌથી અનુભવી અને ઝડપી બોલર ડેલ સ્ટેને મંગળવારે તમામ પ્રકારનાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ‘સ્ટેન ગન’ તરીકે જાણીતા બોલરે વર્ષ 2019 માં ટેસ્ટને અલવિદા કહી દીધું હતુ. વળી, હવે ‘સ્ટેન ગન’ મર્યાદિત ઓવરમાં એટલે કે વનડે અને ટી-20 માં પણ મેદાનમાં જોવા નહી મળે. તેણે સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોતાની નિવૃત્તિ અંગે માહિતી આપી હતી. 38 વર્ષીય સ્ટેને તેની 17 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણા વર્ષો સુધી તેના માથા પર નંબર વન ટેસ્ટ બોલરનો તાજ રાખ્યો હતો. તેણે પોતાની બોલિંગથી અનેક વખત દિગ્ગજ બેટ્સમેનોને ડરાવ્યા હતા.

1 3 દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર

આ પણ વાંચો – મહાસંગ્રામ / IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા RR ને લાગ્યો ઝાંટકો, આ ખેલાડી થઇ શકે છે બહાર

સ્ટેને પોતાના નિવેદનમાં કહ્યું, ‘આજે હું ઔપચારિક રીતે રમતમાંથી નિવૃત્ત થઇ રહ્યો છું જેને હુ સૌથી વધુ પસંદ કરુ છે. દરેકનો આભાર, પરિવારથી માંડીને સાથી ખેલાડીઓ, પત્રકારોથી ચાહકો સુધી, આ એક સાથે એક અદ્ભુત સફર રહી છે.’ નિવૃત્તિની જાહેરાત કરતા તેના પત્રમાં સ્ટેને અમેરિકન રોક બેન્ડ કાઉન્ટિંગ ક્રોઝનાં એક ગીતનો ઉલ્લેખ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ફાસ્ટ બોલરે લખ્યું, ‘તાલીમ, મેચ, મુસાફરી, જીત, હાર, સિદ્ધિઓ, થાક, ખુશી અને ભાઈચારાનાં 20 વર્ષ થયા. કહેવા માટે ઘણી યાદગાર ક્ષણો છે. ઘણા લોકોનો આભાર માનવો પડે છે. તેથી હું તેને નિષ્ણાતો પર છોડી દઉં છું, મારું પ્રિય બેન્ડ, કાઉન્ટિંગ ક્રોઝ.’

1 2 દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર

આ પણ વાંચો – Cricket / ક્રિકેટ જગતનો એક એવો ખેલાડી જેણે 40 હજાર રન અને 4 હજાર વિકેટ ઝડપી

ડેલ સ્ટેને ડિસેમ્બર 2004 માં ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તેણે 93 ટેસ્ટ મેચ રમી અને ઘણી વખત ઈજાઓ સામે લડ્યા બાદ 493 વિકેટ ઝડપી હતી. તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા. સ્ટેન એકમાત્ર ફાસ્ટ બોલર છે જેણે 9 ટેસ્ટ રમતા દેશો સામે એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. વળી, સ્ટેને 125 વનડેમાં 196 વિકેટ અને 47 ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 64 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2020 માં રમી હતી, જે એક ટી-20 મેચ હતી.