Crime/ શિક્ષણ જગત માં હાહાકાર મચાવનાર સ્કૂલના આચાર્ય ની હત્યા કેસમાં હત્યારા શિક્ષક નો પણ મળ્યો મૃતદેહ

નસવાડી લિંડા સ્કૂલના આચાર્ય ની હત્યા નો મામલા મા મહેરામણ પીઠયાની છરાના ઘા મારીને ફરાર થઈ ગયેલા શિક્ષક ભરત પીઠયા નો મૃતદેહ નસવાડી હરીપુરા ની સીમના અવાવરું કુવામાંથી મળ્યો આ મૃતદેહ ને બહાર કાઢી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

Top Stories Gujarat Others
japan 7 શિક્ષણ જગત માં હાહાકાર મચાવનાર સ્કૂલના આચાર્ય ની હત્યા કેસમાં હત્યારા શિક્ષક નો પણ મળ્યો મૃતદેહ

@સુલેમાન ખત્રી છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લામા ચકચારી બનેલા લિંડા સ્કુલ ના આચાર્ય ની હત્યા અને તેની પત્નિ અને બાળકી પર છરાના ઘા ઝીંકી કરેલા હુમલા ના બનાવ મા રહસ્ય ગહેરાયુ છે નસવાડી લિંડા સ્કૂલના આચાર્ય ની હત્યા નો મામલા મા મહેરામણ પીઠયાની છરાના ઘા મારીને ફરાર થઈ ગયેલા શિક્ષક ભરત પીઠયા નો મૃતદેહ નસવાડી હરીપુરા ની સીમના અવાવરું કુવામાંથી મળ્યો આ મૃતદેહ ને બહાર કાઢી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર જિલ્લા ના  નસવાડી ટાઉન મા તારીખ ચાર ડિસેમ્બર ના રોજ વહેલી સવારે ખૂની  ખેલાયો . એક પિતરાઈ ભાઈએ જ તેના ભાઈ ની  કમકમાટી ભરી હત્યા કરી નાખી જેમાં મૃતકના  પત્ની અને તેની બે વર્ષ ની બાળકી પણ ઘવાઈ છે  હત્યારો શિક્ષક ભરત પીઠયા ફરાર હતો .

જુનાગઢ જિલ્લાના  વંથલી ગામના બે  પરિવારના બે પિતારાઈ ભાઈઓ  નસવાડી  તાલુકા મા  શિક્ષક ની  ફરજ બજાવતા હતા.  નસવાડી તાલુકાના લિંડા મોડેલ સ્કૂલ મા મેરામણ પીઠિયા પ્રિન્સીપાલ તરીકે ની ફરજ બજાવતા હતા. ત્યારે ભરત પીઠિયા કોલંબાની શાળામાં  શિક્ષક  તરીકે ફરજ  બજાવતો હતો.  આ બંન્ને પિતારાઈ ભાઈ ઓ નસવાડી ટાઉન ના  રામદેવ સોસાઈટીમાં નજીક નજીક રહેતા હતા.  મેરામણ પીઠિયાના પરિવાર મા તેમના પત્ની એને એક બે વર્ષે ની બાળકી હતી  જયારે ભરત પીઠિયા  કુંવારો  હતો. ભરત પીઠિયા ના તા 9  ડિસેમ્બર ના રોજ લગ્ન નક્કી થયા હતા . ભરત પીઠિયા ના ઘરે લગ્ન ની તૈયારી  ચાલી રહી હતી.  સોસાયટી ના રહીશો નું  કહેવું છે કે આ બંનેએ ભાઈઓ વચ્ચે કોઈ અણબનાવ ના હતો. શુ કારણે ભરત પીઠિયા એ તેના પિતારાઈ ભાઈ મેરામણ ની હત્યા કરી તે અસમંજસ મા છે .

4 ડિસેમ્બર ના રોજ વહેલી સવાર ના સમય માં  મેરામણ ના ઘર મા  બુમાબુમ થઈ રહી હતી . ભરત હેવાન બની ચુક્યો હતો . મેરામણ ને બેરહેમી પૂર્વક ચપ્પુ વડે માથા ના ભાગે ગળા ના ભાગે ઇજા થતાંજ તેનું ઘરમાં જ મોત  નીપજ્યું હતું.  ત્યારે તેની બે વર્ષ ની બાળકી અને મેરામણ ની પત્ની ઉપર પણ હુમલો કરાતા તેઓ પણ ગંભીર રીતે લોહી લુહાણ થયા  હતા . સોસાયટી ના લોકો દોડી આવ્યા અને બાળકી અને મેરામણ ની પત્ની ને તાત્કાલિક નસવાડી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા  લઈ જવામાં આવ્યા .  બન્ને ગંભીર જણાતા  તબીબે  રીફર કર્યા હતા  .

લિંડા મોડેલ સ્કુલ મા આચાર્ય તરીકે ફરજ બજાવતા મેરામણ નું મોત થતા શાળા ના શિક્ષકો અને  તાલુકા ના શિક્ષકો દોડી  આવ્યાં હતા અને તેઓ એ  શોક ની લાગણી અનુભવી  હતી

હર્ષોલ્લાસ સાથે જીવન ગુજારતા પીઠિયા પરિવાર ની શુ ખબર હતી કે વહેલી સવારે જ તેનું પરિવાર વિખરાઈ જશે શુ કારણે હત્યા કરાઈ તે તો જાણી શકાયું નથી . પોલીસે ફરાર આરોપી ને પકડી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ હવે આરોપી ભરત પીઠિયા નો મૃતદેહ નસવાડી હરીપુરા ની સીમના અવાવરું કુવામાંથી મળ્યા બાદ આ હત્યા કેમ કરાઇ અને તેની પાછળ નું શું કારણ તે રહશ્ય અકબંધ છે આ ઘટનામા એક નવો જ વણાંક આવ્યો છે તેના મૃતદેહ સાથે સમગ્ર ઘટના પર પડદો પડી જશે કે વધુ તપાસમાં રહસ્ય બહાર આવશે તે બાબત સમગ્ર જીલ્લા મા ચર્ચા નો વિષય બન્યો છે.