અમદાવાદ : કેડીલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ નોંધાયો છે. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર દુષ્કર્મનો આરોપ લગાવતા આ કેસની ફરિયાદ દાખલ કરવામાં આવી. કેસ દાખલ થયા બાદ ફરિયાદી બલ્ગેરિયન યુવતીની કોઈ ભાળ ના મળતા પોલીસે સમરી રિપોર્ટ ભરી દીધો હતો. પોલીસે 700 પાનાનો એ સમરી રિપોર્ટ ભરી કોર્ટમાં રજૂ કર્યો હતો. અમદાવાદ પોલીસે ફરિયાદી હાજર ના થતા અને પુરાવાના અભાવ હોવાનો દાવો કરતા દુષ્કર્મ કેસમાં આરોપી રાજીવ મોદીને કલીન ચીટ આપી હતી. પરંતુ અચાનક બલ્ગેરિયન યુવતી હાજર થતા પોલીસની કાર્યવાહી અને સમરી રીપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. હાઈકોર્ટ સમક્ષ હાજર થયા બાદ બલ્ગેરીયન યુવતીએ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ તથ્યપૂર્ણ તપાસ ના કરતી હોવાનું તેમજ સાક્ષીઓના નામ કેડિલા પાસે પંહોચી જતા હોવાનો પણ આક્ષેપ કર્યો. હાઈકોર્ટ પંહોચેલ યુવતીએ કોર્ટ પાસેથી બે દિવસમાં સમરી રીપોર્ટની કોપી માંગી છે. જેનો અભ્યાસ કર્યા બાદ યુવતી અને તેના વકીલ સમરી રીપોર્ટ સામે અરજી કરશે. જો કે યુવતીને અંગ્રેજી ભાષામાં સમરી કોપી અપાશે જેના માટે તેણે 7000 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. આ કેસમાં આગામી સુનાવણી 16 માર્ચે થશે.
શહેરમાં અત્યારે રાજીવ મોદી દુષ્કર્મ મામલો એક હાઈપ્રોફાઈલ મુદ્દો બન્યો છે. બે મહિના પહેલા કેડિલા ફાર્મા કંપનીના CMDની પર્સનલ આસિટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરીયાની 27 વર્ષીય યુવતીએ રાજીવ મોદીએ દુષ્કર્મ કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કેડિલા કંપનીના CMD રાજીવ મોદીનું દુષ્કર્મમાં નામ સંડોવાતા શહેરમાં ભારે ઉહાપોહ જોવા મળ્યો હતો. બલ્ગેરિયન યુવતીનો આરોપ છે કે અનેક વખત રજૂઆત છતાં સોલા પોલીસે તેની ફરિયાદ લેવામાં આવી નહોતી. હાઈકોર્ટના દ્વાર ખખડાવતા આખરે સોલા પોલીસે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધ્યો હતો. દુષ્કર્મ મામલે બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી અને તેના મેનેજર જ્હોન મેથ્યુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. બે મહિના પહેલા નોંધાયેલ કેસમાં અત્યારસુધી અનેક ટ્વીસ્ટ સામે આવ્યા છે.
આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંબા દિવસોથી ગુમ બલ્ગેરિયન યુવતી હાજર થતા પોલીસની ભૂમિકા અંગે આરોપ લગાવ્યા છે. આ સાથે યુવતીએ રાજીવ મોદીના પુત્ર અનેક સાક્ષીઓને રૂપિયા આપી તોડ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ આ મામલાની પતાવટ માટે તેને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી છે. યુવતીનું કહેવું છે કે મારે રુપિયા નહી પરંતુ ન્યાય જોઈએ છે.
અમદાવાદની પ્રખ્યાત ફાર્મા કંપનીના CMD પર રાજીવ મોદીનો બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મનો મામલાએ શહેરમાં ચકચાર મચાવી છે. આ કેસમાં આરોપી સામે સેક્સૂઅલ હેરેસમેન્ટ, રેપ અને હ્યુમન ટ્રાફિકિંગની ફરિયાદ નોંધવા અરજી કરી હતી. કારણ કે યુવતીનું કહે છે કે તેને બલ્ગેરિયાથી અમદાવાદ જોબ માટે નહી પરંતુ બિઝનેસ પર લાવવામાં આવી હતી. આ કેસમાં છેલ્લે આવેલ અપડેટમાં સામે આવ્યું કે ફરિયાદી યુવતી હાજર રહેતી ના હોવાથી સોલા પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં સમરી રીપોર્ટ રજૂ કર્યો હતો. કારણ કે ફરિયાદ નોંધાયાના બાદ 24 જાન્યુઆરીથી બલ્ગેરીયન યુવતી ગાયબ હતી. અને જ્યારે પોલીસે હાઈકોર્ટમાં સમરી રીપોર્ટ રજૂ કર્યો ત્યારે 27 ફેબ્રુઆરીના રોજ નાટ્યાત્મક રીતે અચાનક ગુજરાત હાઈકોર્ટ પંહોચી ગઈ હતી. લાપતા થયેલ બલ્ગેરીયન યુવતી 34 દિવસ પાછી આવી હાઈકોર્ટ સમક્ષ હાજર થતાં સોલા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા માંગ કરી છે. બલ્ગેરીયન યુવતીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું હતું કે મારી જેમ અનેક યુવતીઓ દુષ્કર્મનો ભોગ બની છે તેમની પૂછપરછ કરવામાં આવી નથી. હું લડત આપીશ અને ભારતમાં જ રહીશ.
આ પણ વાંચો: Gujarat unseasonalrain/ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન
આ પણ વાંચો: Gujrat/નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ
આ પણ વાંચો:ગુજરાત/જૂનાગઢનો લાડો અને પોલેન્ડની લાડી, ગુજરાતમાં કરશે ભારતીય સંસ્ક્રુતિથઈ લગ્ન