Political/ AIMIM નેતાઓના ગુજરાતમાં ધામા, અહીં કરશે ચૂંટણીલક્ષી મિટિંગ

AIMIM નેતાઓના ગુજરાતમાં ધામા, અહીં કરશે ચૂંટણીલક્ષી મિટિંગ

Top Stories Gujarat Others
ધાનેરા નગરપાલિકા 2 AIMIM નેતાઓના ગુજરાતમાં ધામા, અહીં કરશે ચૂંટણીલક્ષી મિટિંગ

ગુજરાત રાજકારણમાં BTP અને AIMIM વચ્ચેનું ગઠબંધન ઘણું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ભાજપ- કોંગ્રેસ સહીત અન્ય પક્ષ જેમકે આપ પણ આ ચૂંટણીમાં સક્રિય રીતે ભૂમિકા ભજવવા માટે તૈયાર છે ત્યારે હવે AIMIM અને BTP ગથ્બંધાન્પણ આ ચૂંટણીમાં સક્રિય રીતે ઝંપલાવે તેવી પૂરી શક્યતા છે.

ગુજરાતના રાજકારણમાં બીટીપીના રાષ્ટ્રીય નેતા છોટુ વસાવાઅને ઔવેસી ના ગથ્બંધાનને બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લાંબા સમયથી ગુજરાતમાં પ્રવેશવાના પ્રયાસ કરી રહેલા ઔવેસીને હવે આદિજાતિ નેતાનો ટેકો મળી ગયો છે. બંને સાથે મળીને ચૂંટણી લડે તો કોંગ્રેસની મતબેંક ગણાતી મુસ્લિમ અને આદિજાતિ બંને મતોમાં કોંગ્રેસને મોટો પડી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજથી AIMIM ના નેતાઓના ગુજરાતમાં ધામા નાખ્યા છે. આજે AIMIM ના બે નેતા વડોદરાની મુલાકાતે આવશે. પૂર્વ MLA વારીશ પઠાણ અને મહારાષ્ટ્ર ના MP ઈમ્તિયાઝ જલીલ ગુજરાતમાં ધામા નાખશે. બંને નેતાઓ  આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી સંગઠનને મજબુત કરવા માટે મીટીંગ નો દૌર શરુ કરશે.

આવતીકાલે બંને નેતાઓ ભરૂચ અને બાદમાં સુરત જશે. તો BTP ધારાસભ્ય છોટુ વસાવા સાથે પણ ચૂંટણીલક્ષી મિટિંગ થઇ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…