Not Set/ IND vs WI/ પહેલી ટી-20 મેચમાં ભારતની 6 વિકેટે જીત, કોહલી બન્યો મેચ વિનર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ ભારતે 6 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં પહેલા બેટિંગ કરીને વિન્ડિઝે ભારતને જીતવા માટે 20 ઓવરમાં 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં વિરાટ કોહલીની 50 બોલમાં અણનમ 94 રનની ઇનિંગ્સે 18.4 ઓવરમાં 6 વિકેટે જીત મેળવી હતી. કોહલીએ તેની ઇનિંગ્સમાં 6 સિક્સર […]

Top Stories Sports
virat IND vs WI/ પહેલી ટી-20 મેચમાં ભારતની 6 વિકેટે જીત, કોહલી બન્યો મેચ વિનર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ ભારતે 6 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં પહેલા બેટિંગ કરીને વિન્ડિઝે ભારતને જીતવા માટે 20 ઓવરમાં 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં વિરાટ કોહલીની 50 બોલમાં અણનમ 94 રનની ઇનિંગ્સે 18.4 ઓવરમાં 6 વિકેટે જીત મેળવી હતી. કોહલીએ તેની ઇનિંગ્સમાં 6 સિક્સર ફટકારી હતી.

લક્ષ્યનો પીછો કરતા ભારતે રોહિત શર્મા (8) ની વિકેટ જલ્દી જ ગુમાવી દીધી હતી પરંતુ કે એલ રાહુલ અને વિરાટ કોહલીએ શાનદાર ભાગીદારી નોંધાવી હતી. રાહુલે 40 બોલમાં 62 રન બનાવ્યા અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય પંતે 18 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે ઐયરે ફક્ત 4 રન બનાવ્યા હતા.

અગાઉ બોલિંગ દરમિયાન ભારતે મેચમાં સારી શરૂઆત કરી હતી અને દીપક ચહરે ટીમને તેની પહેલી ઓવરમાં જ પ્રથમ સફળતા અપાવી હતી. પરંતુ તે પછી લુઇસે ઝડપી ઇનિંગ્સ રમી, જેના દમ પર વેસ્ટ ઇન્ડીઝે 5 ઓવરમાં 50થી વધુ રન બનાવી દીધા હતા. ભારત માટે રાહતની વાત એ હતી કે આ પછી તે આઉટ થઇ ગયો હતો. તેણે 17 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ પછી પણ, વિન્ડિઝે તેની ઝડપી રમત ચાલુ રાખતા ફક્ત 10 ઓવરમાં જ 100 રન પૂરા કર્યા.

polllard IND vs WI/ પહેલી ટી-20 મેચમાં ભારતની 6 વિકેટે જીત, કોહલી બન્યો મેચ વિનર

આ સિવાય હેટમાયરે 56 રનનું યોગદાન આપ્યું હતું અને કેપ્ટન કિરોન પોલાર્ડે પણ ઝડપી 37 રનનું યોગદાન આપ્યું હતું. ખાસ વાત એ છે કે ત્રણેય બેટ્સમેનોએ 4-4 સિક્સર ફટકારી હતી. પોતાના દમ પર, વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 207 રન જ નહીં પરંતુ ઇનિંગ્સમાં 15 છક્કા ફટકાર્યા હતા.

ભારતની ટીમ

રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, યુઝવેન્દ્ર ચહલ

વેસ્ટ ઇન્ડિઝની ટીમ

લેન્ડલ સિમન્સ, એવિન લેવિસ, બ્રાન્ડન કિંગ, શિમરોન હેટીમર, કિરોન પોલાર્ડ (કેપ્ટન), દિનેશ રામદિન (વિકેટકીપર), જેસન હોલ્ડર, હેડન વાલ્શ, શેલ્ડન કોટ્રેલ, કેસરિક વિલિયમ્સ, ખ્રી પિયરે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.