World Tourist Village/ ગુજરાતનું કયું ગામ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન્ સ્થળોની યાદીમાં સામેલ?

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગુજરાત સરકારના ટુરિઝમને પ્રમોશન આપવાજાહેરાત કરી હતી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.

Gandhinagar Top Stories Gujarat India Trending
Tourist village ગુજરાતનું કયું ગામ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન્ સ્થળોની યાદીમાં સામેલ?

ગાંધીનગરઃ બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગુજરાત સરકારના ટુરિઝમને પ્રમોશન આપવાજાહેરાત કરી હતી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજે તે ફક્ત જાહેરાત ન રહેતા હકીકત બની ગઈ છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન્ સંસ્થાએ 54 શ્રેષ્ઠ ટુરિસ્ટ વિલેજની યાદીમાં સામેલ કર્યુ છે. આ સાથે ગુજરાતના નામે એક વધુ સિદ્ધિ લખાઈ છે અને કચ્છની સિદ્ધિઓનું વધુ એક છોગું ઉમેરાયું છે.

જી20માં ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશ (UNWTO)એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે.

વર્લ્ડ ઓર્ગેનિઝેશને તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છું કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓની જાળવણીમાં અગ્રેસર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ધોરડો ગામની વસ્તી આશરે 600 લોકોની છે.

વૈશ્વિક સંસ્થાએ નિવેદનમાં જણાવ્યું છે કે 2021માં શરૂ કરવામાં આવેલી પહેલ (UNWTO)ના ગ્રામીણ વિકાસ પ્રવાસન કાર્યક્રમનો એક ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશિતાને પ્રોત્સાહન આપવા, વસ્તી ઘટાડા સામે લડવા, એડવાન્સ ઇનોવેશનને પ્રોત્સાહન તથા પ્રવાસન્ દ્વારા મૂલ્ય ચેઇન એકીકૃત કરી ટકાઉ પ્રક્રિયાઓને પ્રત્સાહિત કરવા માટે કામ કરે છે.

મેડ્રિડ સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે એવોર્ડની ત્રીજી આવૃત્તિમાં લગભગ 260 અરજીઓમાંથી તમામ પ્રદેશોમાંથી 54 ગામની પસંદગી કરવામાં આવી છે. ધોરડો સિવાય આ યાદીમાં સ્થાન મળ્યું છે તેવા ગામમાં ઇજિપ્તના દશૂર, કોરિયાના રિપબ્લિકના ડોગબીક, પોર્ટુગલના એરિકેરા, ચિલીના બેરાંકાસ, લેબનોનના ડુમા, જાપાનમાં બેય, સ્પેનમાં કાન્તાવેજાની સાથે કોલંબિયામાં ફિલેન્ડિયાનો સમાવેશ થાય છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડોને પ્રવાસન ગામ તરીકે પસંદ કરાતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને પૂછયુ હતું કે તમે ઘોરડોની ટ્રિપ ક્યારે બૂક કરી રહ્યા છો. ગુજરાતના કચ્છના  ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામને ટેગ મળ્યો છે. અહીં ટેન્ટસિટી ખાતે આ વર્ષે 10મી નવેમ્બરથી શરૂ થતાં રણોત્સવના વાર્ષિસ સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કરવાની તક ચૂકશો નહી.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતનું કયું ગામ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન્ સ્થળોની યાદીમાં સામેલ?


 

આ પણ વાંચોઃ Manipur/ સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત

આ પણ વાંચોઃ China/ અમેરિકા,રશિયા યુદ્ધમાં ફસાયા, ચીન ગુપ્ત રીતે વધારી રહ્યું છે પરમાણુ બોમ્બનો ભંડાર, 2030 સુધીમાં આટલા બોમ્બ હશે

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ ગુજરાત ATSને મળી ખૂબ જ મોટી સફળતા, આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો