Ambaji/ આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને આરતીનો લાભ મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. 2 એપ્રિલથી દર્શન-આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે.

Top Stories Gujarat Others
Ambaji

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને આરતીનો લાભ મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. 2 એપ્રિલથી દર્શન-આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં નવરાત્રીના દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે.

અંબાજીની આરતીના સમયની વાત કરીએ તો સવારની આરતી- 07.00 થી 07.30, ઘટ સ્થાપન સવારે – 08.15 થી 09.15, સવારે દર્શન- 07.30 થી 11.30, બપોરે દર્શન- 12.30 થી 16.30 સુધી, સાંજની આરતી- 07.00 થી 07.30, સાંજના દર્શન -07.30થી રાત્રીનાં 9 વાગે યોજાશે. જ્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે સવારની આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમે એટલે કે, 16 એપ્રિલે સવારે 6.00 કલાકે આરતી થશે. આ વખતે અંબાજી મંદિરમાં 9 દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી અપાઈ છે. ચૈત્રી નવરાત્રી મુદ્દે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે..આ વખતે પણ હજારો ભક્તો અંબાજીના શરણોમાં પહોંચી તેવી શક્યતા છે.

નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો:દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1260 કેસ નોંધાયા, 83 લોકોના મોત થયા

આ પણ વાંચો:ઝેલેન્સકીને મળ્યો યુરોપિયન સંસદનો સાથ, કહ્યું, ‘સમય સારો હોય કે ખરાબ, અમે તમારી સાથે છીએ’