Not Set/ અમદાવાદ પૂર્વના BJP ‘સાંસદ પરેશ રાવલ ગૂમ થયેલ છે’ના પોસ્ટરો લાગ્યા

સાંસદને શોધીને પ્રજા વચ્ચે લાવનારને 21 હજારનું ઇનામ અપાશે અમદાવાદ: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક વિસ્તારમાં સ્થાનિક ભાજપ ( BJP ) ના સાંસદ પરેશ રાવલ ગૂમ થયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, સાંસદને શોધીને પ્રજાની વચ્ચે લાવનાર વ્યક્તિને રૂ.21 હજારનું ઇનામ આપવાની જાહેરાત અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ફિલ્મ અભિનેતા અને અમદાવાદ પૂર્વ […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
BJP MP Paresh Raval is missing youth congress puts up posters

સાંસદને શોધીને પ્રજા વચ્ચે લાવનારને 21 હજારનું ઇનામ અપાશે

અમદાવાદ: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક વિસ્તારમાં સ્થાનિક ભાજપBJP ) ના સાંસદ પરેશ રાવલ ગૂમ થયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, સાંસદને શોધીને પ્રજાની વચ્ચે લાવનાર વ્યક્તિને રૂ.21 હજારનું ઇનામ આપવાની જાહેરાત અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

Paresh raval Gum1 અમદાવાદ પૂર્વના BJP ‘સાંસદ પરેશ રાવલ ગૂમ થયેલ છે’ના પોસ્ટરો લાગ્યા

ફિલ્મ અભિનેતા અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપ (BJP) ના સાંસદ પરેશ રાવલના મત વિસ્તારોમાં જ ‘સાંસદ ગૂમ થયેલ છે’ના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો અમદાવાદ યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે.

આ પોસ્ટરમાં સાંસદ પરેશ રાવલના ફોટોની સાથે લખવામાં આવ્યું છે કે, ‘સાંસદ ગૂમ થયેલ છે’. આ ઉપરાંત એમ પણ લખવામાં આવ્યું છે કે, શોધીને પ્રજાની વચ્ચે પકડી લાવનારને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ પોસ્ટરો શહેરના ખોડિયારનગર, નરોડા, બાપુનગર, વટવા, નિકોલ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે.

આ અંગે અમદાવાદ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ભૂમન ભટ્ટે મંતવ્ય ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારમાં ‘સાંસદ ગૂમ થયેલ છે’ અને તેને શોધીને પ્રજા વચ્ચે લાવનારને રૂપિયા 21 હજારનું ઇનામ આપીશું. તેવા પોસ્ટરો લગાવ્યા છે.

Paresh Raval gum6 અમદાવાદ પૂર્વના BJP ‘સાંસદ પરેશ રાવલ ગૂમ થયેલ છે’ના પોસ્ટરો લાગ્યા

ભૂમન ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી યોજાયાને આજે સવા ચાર વર્ષ કરતા વધુ સમય વિતી ગયો છે. પરંતુ સાંસદ પરિષ રાવલ તેમના મત વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ, પ્રશ્નો કે મુશ્કેલીઓને જાણવા માટે એક વખત પણ ફરક્યા નથી. એટલું જ નહીં, પરેશ રાવલ જ્યારે પણ અમદાવાદ આવે છે ત્યારે તેઓ પોતાના મત વિસ્તારમાં આવવાના બદલે તેમના પક્ષના કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. અથવા તો પોતાના અંગત કાર્યક્રમોમાં હાજરી પુરાવીને મુંબઈની ફ્લાઈટ પકડી લેતા હોય છે. તેમને તેમના વિસ્તારના મતદારોની પરેશાની જાણવાનો કોઈ જ ઉત્સાહ જ નથી. તેઓ માનતા હશે કે અહી ભાજપના ધારાસભ્યો છે તી કામ કરશે એટલે પોતાનો ‘ઉલ્લુ સીધો’ થઈ જશે.

Bhuman Bhatt અમદાવાદ પૂર્વના BJP ‘સાંસદ પરેશ રાવલ ગૂમ થયેલ છે’ના પોસ્ટરો લાગ્યા
Bhuman Bhatt

ભૂમન ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ પરેશ રાવલ એવું માની રહ્યા છે કે, મતદારોને ક્યાં કઈ યાદ રહે છે. તેઓ ફિલ્મોની જેમ ચૂંટણીને ગણી રહ્યા છે, 

નવી ફિલ્મ સમયે જેમ પ્રેક્ષકોને રિઝવવા પ્રમોશન કરવામાં આવે છે તેમ દર ચૂંટણી અગાઉ પ્રમોશન (પ્રચાર) કરીને જીતી જઈશું. પરંતુ તેવું હવે રહ્યું નથી. પ્રજા તેમની પાસે જવાબ માંગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પૂર્વ કેન્દ્રીયમંત્રી હરિન પાઠકની ટિકિટ કાપીને ફિલ્મ અભિનેતા પરેશ રાવલને ટિકિટ આપી હતી. જેમાં પરેશ રાવલ ચૂંટણી લડીને જીત્યા હતા.

Paresh raval Gum2 અમદાવાદ પૂર્વના BJP ‘સાંસદ પરેશ રાવલ ગૂમ થયેલ છે’ના પોસ્ટરો લાગ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક હેઠળ પાંચ વિધાનસભાની વિસ્તાર આવે છે. જેમાં નરોડા, બાપુનગર, વટવા, નિકોલઠક્કરબાપાનગર, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે.