પાટણ/ કોંગ્રેસ MLA કિરીટ પટેલની જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી, કહ્યું….

કોંગ્રેસ MLA કિરીટ પટેલની જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી, કહ્યું….

Gujarat Others Trending
બગોદરા 7 કોંગ્રેસ MLA કિરીટ પટેલની જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી, કહ્યું....

ગુજરાત રાજ્યમાં 6 મનપાની ચૂંટણી પ્રક્રિયા અને મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે.  અને હવે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગર પાલિકા માટે પ્રચાર અને પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે. જેમાં પાટણ જીલ્લાના બલીસણા ખાતે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે જાહેર માં ભાજપ અને પ્રશાશન સામે ચીમકી ઉચ્ચારી છે.

પાટણ કોંગ્રેસના  ધારાસભ્ય  કિરીટ પટેલે જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી આપી  છે. કોંગ્રેસ કાર્યકરોને ડરાવવા ધમકાવવા મુદ્દે તેમને ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે. તેમને જણાવ્યું હતું કે, મારા બલીસણા જિલ્લા પંચાયત ની સીટ કે રણુજ જિલ્લા પંચાયત સીટ પર જો કોઈ ભાજપ નો દાદા કે  લુખ્ખો હોય તો સાંભળી લે, કોઈ ભાજપ નો લુખ્ખો  એમ કહેતો કે પોલીસ અમારી છે, ડીઓ  અમારા છે, કલેકટર અમારા છે વહીવટી તંત્ર અમારું છે તેવું સમજવા વાળા સાંભળી લે….પોલીસના પી.આઈ ના બાપ ની તાકાત હોય, ડીએસપી ના બાપ ની તાકાત હોય, કલેકટર ના બાપ ની તાકાત હોય, ભાજપ ના કોઈ લુખ્ખા ના બાપ ની તાકાત હોઈ જેવા અસભ્ય શબ્દો પણ તેમને ચીમકી માં ઉચ્ચાર્યા હતા. અને કોંગ્રેસના કાર્યકરો ને નીડર બની પ્રચાર પ્રસાર કરવા પ્રેરણા આપી હતી.