રાજકોટ/ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીની દાદાગીરી, નાસ્તો કરી પૈસા આપવાને બદલે કરી તોડફોડ

મફતમાં ખાવા ટેવાયેલા પોલીસકર્મચારીએ મિત્રો સાથે મળી લારી સંચાલક અને તેના પુત્રને ધોકા ફટકાર્યા હતા અને લારીમાં તોડફોડ મચાવી હતી.

Gujarat Rajkot Trending
મફતમાં ખાવા ટેવાયેલા પોલીસ કર્મચારીએ મિત્રો સાથે મળી લારી સંચાલક અને તેના પુત્રને ધોકા ફટકાર્યા હતા અને લારીમાં તોડફોડ મચાવી હતી.
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીની દાદાગીરી
  • હેમુ ગઢવી હોલ પાસેની ઘટના
  • ઇંડાની લારીમાં કરી તોડફોડ કરી ધમકી આપી
  • ધમભા, ગજુભા સહિતના 6 લોકોએ કરી તોડફોડ
  • લારીના માલિક અને તેના પુત્રને માર્યાનો આક્ષેપ
  • નાસ્તો કરી પૈસા ન આપવા બોલાચાલી થઇ હતી

ગુજરાત પોલીસ સામાજિક કે અસમાજિક  કર્યો માટે અવાર નવાર ચર્ચામાં આવતી રહે છે. તેના સામાજિક કર્યો માટે પેટ ભરીને વખાણ થાય છે તો અસમાજિક કાર્યો માટે તેની લોકમુખે ટીકા પણ થતી રહે છે. રાજકોટ ખાતે ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી પોતાના આવા જ ખરાબ કામોને લઈ ચર્ચાના ચગડોળે ચઢ્યા છે. અને લોકમુખે પોલીસ(police)ના આવા કુકર્મની ચર્ચા થઈ રહી છે.

shaishav 1 1 ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીની દાદાગીરી, નાસ્તો કરી પૈસા આપવાને બદલે કરી તોડફોડ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ(rajkot) ક્રાઇમબ્રાંચ(crime branch)ના કેટલાક કર્મચારી પોતાના મિત્રો સાથે હેમુ ગઢવી હૉલ(hemu gadhvi hall) પાસે આવેલી ઇંડાની લારી ઉપર રાત્રિના નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કર્યા બાદ લારી સંચાલકે તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. પરંતુ પોલીસ કર્મચારીઓ હમેશા જાણે મફતનું ખાવા ટેવાયેલા હોય તેમ પૈસા આપવાથી ઇનકાર કર્યો હતો. લારી સંચાલક અને તેના પુત્રને  ધોકા વડે  ઢોર માર માર્યો હતો. અને લારીમાં પણ તોડ ફોડ કરી હતી.

shaishav 1 2 ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીની દાદાગીરી, નાસ્તો કરી પૈસા આપવાને બદલે કરી તોડફોડ

આ ઘટના અંગે ઇંડાંની લારી ચલાવતા રજાકભાઈ(rajakbhai)એ જણાવ્યુ હતું કે, રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા ધમભા, ગજુભા અને અન્ય છ લોકો લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કરાવ્યો હતો. અને બાદમાં તેમની પાસે પૈસાની માંગણી કરતાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન(policeman) ધમભા અને તેમના મિત્રોએ  ધોકા વડે બેફામ માર મારી લારીમાં તોડફોડ મચાવી હતી.

shaishav 1 3 ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીની દાદાગીરી, નાસ્તો કરી પૈસા આપવાને બદલે કરી તોડફોડ

ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની આવી આછલકાઈ થી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કર્મચારીઓ દ્વારા લારીમાં પણ ધોકા મારી ને તોડ ફોડ કરી અને  લટો મારી લારી તેમનં ખુરસીઓ પણ ફેંકી દેવામાં આવી હતી. અને ધમકી પણ આપવામાં આવી હતી.

ભૂતકાળમાં પણ રાજ્યમાં અનેક વાર આવી ઘટનાઓ બની છે. અને અનેક વાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પંરતુ ભૂતકાળમાથી કોઈ પણ બોધ લીધા વિના  પોલીસ કર્મચારી પોતાની સત્તાનો રોફ જમાવતા ફરે છે.

વડોદરા/ શૈશવ સ્કૂલના સંચાલકો પર ગંભીર આક્ષેપ, પોલીસ મથકે આપી અરજી