ગુજરાત/ ગુજરાત પોલીસને એકદમ હાઇટેક ઇન્ટરસેપ્ટર વાહનો અપાયા, જાણો કેવી કેવી છે તેમા સુવિધા

ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે.

Gujarat
Untitled 486 ગુજરાત પોલીસને એકદમ હાઇટેક ઇન્ટરસેપ્ટર વાહનો અપાયા, જાણો કેવી કેવી છે તેમા સુવિધા

ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજય ગૃહ મંત્રી હર્ષ સંધવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે.

વાહનોનું પ્રસ્થાન કરાવતા રાજય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. આવી ૪૮ વાનનું આજે વિવિધ જિલ્લાને સુપ્રત કરવામાં આવી છે. તેમજ  વાહન અકસ્માતમાં ધણા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઇ જાય છે. તેમને બહાર કાઢવા માટે વાહનના દરવાજા તોડી કે કાપી નાખી ઇજાગ્રસ્તને બહાર કાઢવા અને કુદરતી આફતોના સમયે નાગરિકોને ઉપયોગી બની રહે તેવી હાઇવે પેટ્રોલ ૪૨ વાહન પણ વિવિધ શહેર- જિલ્લામાં આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો ;ડ્રગ્સ કેસ / ડ્રગ્સ કેસની તપાસ કરતા NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કેવી રીતે ફસાઈ ગયા?

આગામી સમયમાં પોલીસ વિભાગને વધુ સજ્જ બનાવવા માટે વિવિધ સુવિધા સાથેના ૧૧૦૦ જેટલા વિવિધ પ્રકારના જેવા કે ગાડી, ટુવ્હીલર અને અન્ય વાહનોની જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવશે.ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલી ૪૮ ઇન્ટરસેપ્ટર વાનની ડિઝાઇનીંગમાં હાઇક્વોલેટીની રિફલેક્ટીવ સલામતિ સ્ટ્રીપ્સ અને સાઇનેઝ અને ગુજરાત પોલીસના લોગ સાથે તૈયાર કરવામાં આવી છે.

તેમજ આ વાનમાં અતિ આધુનિક લેસરસ્પીડ ગન, પીટીઝેડ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકાર્ડર, અગ્નિ શામક અને ફર્સ્ટ એઇડ બોક્ષ વગેરે લગાડવામાં આવ્યા છે. આ વાન દ્વારા ઓવર સ્પીડથી જતા વાહનોને અંકુશમાં લેવાનો છે. ઇન્ટરસેપ્ટર વાન ઇનોવામાં તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો ;સારા સમાચાર / રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ , રૂ. 3500નું બોનસ અપાશે