Not Set/ ભર ઉનાળે અમદાવાદમાં કંઈ જગ્યાએ પડ્યો ભુવો, જાણો

અમદાવાદ, અમદાવાદ શહેરમાં વગર વરસાદે એક બાદ એક ભૂવાઓ પડી રહ્યા છે ત્યારે અમદાવાદના ખોડીયાર નગર ચાર રસ્તા થી દાણીલીમડા ચાર રસ્તા સુધીના અંદાજિત એક કિલોમીટરના વિસ્તારમાં 8 જેટલા નાના- મોટા ભૂવા પડ્યા છે ત્યારે એક સ્થળ પર રોડ બેસી જવાની ઘટના બની છે જેના કારણે ઘણા સમયથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.સાથે […]

Ahmedabad Gujarat
arj 2 ભર ઉનાળે અમદાવાદમાં કંઈ જગ્યાએ પડ્યો ભુવો, જાણો

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં વગર વરસાદે એક બાદ એક ભૂવાઓ પડી રહ્યા છે ત્યારે અમદાવાદના ખોડીયાર નગર ચાર રસ્તા થી દાણીલીમડા ચાર રસ્તા સુધીના અંદાજિત એક કિલોમીટરના વિસ્તારમાં 8 જેટલા નાના- મોટા ભૂવા પડ્યા છે ત્યારે એક સ્થળ પર રોડ બેસી જવાની ઘટના બની છે જેના કારણે ઘણા સમયથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.સાથે જ છેલ્લા બે વર્ષથી ભુવાઓ ના કારણે અહીંયાનો બીઆરટીએસનો રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.જેથી બીઆરટીએસ સામાન્ય રોડમાં દોડી રહી છે.જેથી લોકોની મુશ્કેલીઓ વધી રહી.છે જેને લઈને આજે સ્થાનિક કાઉન્સિલર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રોડની ડ્રેનેજ અને પાણીની લાઇનો બદલવામાં આવે તને રોડ ફરીથી સરખો કરી ચાલુ કરવામાં આવે છે.