Gujarat Election/ વેજલપુર બેઠક પર લોકપ્રિય સમાજ સેવક યાસીન બાપુએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ અને AIMIMમાં ફફડાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ સહિત અપક્ષ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે.

Top Stories Gujarat
25 2 વેજલપુર બેઠક પર લોકપ્રિય સમાજ સેવક યાસીન બાપુએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ અને AIMIMમાં ફફડાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ સહિત અપક્ષ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર 1621 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની વેજલપુર બેઠક પર બધાની નજર છે, આ વખતે ભાજપે કિરીટ ચૈાહાણને ટિકિટ ફાળવી નથી તેમના સ્થાન પર અમિત ઠાકર પર પસંદગી ઉતારવામાં આવી છે. જ્યારે કોગ્રેસે રાજેન્દ્રભાઇ પટેલને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ કલ્પેશ પટેલ ને આ બેઠક પર ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જ્યારે ઓવૈસીની પાર્ટી AIMIMએ જૈનબ શેખને અહીથી મેદાને ઉતાર્યા છે. આ મુખ્ય પાર્ટીઓ વચ્ચે સીધો જંગ છે પરતું આ સમીકરણમાં ગાબડું પાડિ શકે છે તેવા મજબૂત અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પર યાસીન બાપુએ ઉમેદવારી નોંધાવી છે. જેના લીધે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે. મુખ્ય પાર્ટી પણ આ મજબૂત  અપક્ષ ઉમેદવારથી સજાગ થઇ ગયા છે. અને એક ફફડાટ વ્યાપી ગયો છે.

ઉલ્લેખનીય છે કે વેજલપુર બેઠક પર કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમાં અપક્ષ ઉમેદવાર મજબૂત હાવાથી આ બેઠકના સમીકરણો બદલાઇ શકે છે. વેજલપુર બેઠક પર યાસીન બાપુ  મજબૂત દાવેદાર નોંધાવી છે જેના લીધે રાજકિય સમીકરણો બદલાઇ શકે છે. આ બેઠક પર આ બેઠક પર મુસ્લિમ અને ઓબીસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. વેજલપુર બેઠકમાં 3 લાખથી વધુ મતદારો લઘુમતિ સમૂદાયના છે.આ અપક્ષ ઉમેદવાર યાસીન બાપુ વિશે જાણો

વેજલપુર 42 વિધાનસભા બેઠક પર સૈયદ યાસીન બાપુએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. જુહાપુરા સરખેજ વિસ્તારમાં તેમની લોકપ્રિયતા ખુબ છે. તેઓ કોઇપણ જાતના ભેદભાવ વગર લોકોની સેવા કરે  છે. તેઓ વેજલુપર વિસ્તારમાં ગરીબો અને જરૂરિયાત મંદોની સેવા કરવા માટે હમેંશા તત્પર રહે છે .ગરીબ વિધાર્થીઓને ભણાવવાનું કામ કરી રહ્યા છે. વિધાર્થીઓની ફી ભરીને તેઓ તેમને ઉચ્ચ શિક્ષણ સુધી પહોચાડવા મદદ કરી રહ્યા છે.કોરોનાકાળમાં તેમની અભૂતપૂર્વ સેવા આજે પણ લોકો ભૂલ્યા નથી.કોરોનામાં કાળમાં અસંખ્ય લોકોને રાશન કિટ પુરી પાડી , આ ઉપરાંત કોરોનાના દર્દીઓને સત્વરે  હોસ્પિટલ સુધી પહોચાડયા હતા.ગરીબોનું જીવન ધોરણ સુધારવા માટે મહેનત કરી રહ્યા છે.  તેમની આ સેવાકિય પ્રવૃતિના લીધે તે જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં તે ખુબ લોકપ્રિય છે. આ યાસીન બાપુની ઉમેદવારીથી રાજકિય સમીકરણો બદલાઇ શકે છે. તેમની દાવેદારીથી કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી ગયો છે.

  • મુસ્લિમ મતદારો : 32 ટકા
  • ઓબીસી મતદારો : 22 ટકા
  • સવર્ણ મતદારો : 19.79 ટકા
  • દલિત મતદારો : 6 ટકા
  • પટેલ મતદારો : 8 ટકા
  • અન્ય મતદારો : 11.70 ટકા

વેજલપુર બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે, આ બેઠક પર 15 ઉમેદવારો ઉતર્યા છે જેથી રાજકિય સમીકરણો બદલાઇ શકે છે.સૈાથી મોટો ફટકો એઆઇએમઆઇએમ અને કોંગ્રેસને થઇ શકે છે. ચૂંટણી પરિણામ પછી ખબર પડશે કે કોને નુકશાન થયું છે.