Not Set/ ઉત્તર ભારતને બેહાલ કરી બનાસકાંઠામાં ફરી તીડ ત્રાટક્યા, ખેડૂતોમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ફરી તીડનો આતંક જોવામાં આવી રહ્યો છે. બનાસનાં વાવ તાલુકાનાં મીઠાવિચારણા ગામની સીમમાં તીડ ત્રાટક્યા હોવાની વિગતો સામે આવી રહી છે. બનાસકાંઠામાં ફરી તીડ આવ્યાનાં સમાચારથી સમગ્ર પંથકમાં ચિંતાની ચાદર પથરાઇ ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, હાલની સિઝનને જોતા ખેતરોમાં વધુ વાવેતર ન હોવાથી નુકશાનની શકયતા ઓછી જોવામાં આવે છે.  […]

Gujarat Others
fc220550ae7d048bea7e2005e9d8f8d5 ઉત્તર ભારતને બેહાલ કરી બનાસકાંઠામાં ફરી તીડ ત્રાટક્યા, ખેડૂતોમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ફરી તીડનો આતંક જોવામાં આવી રહ્યો છે. બનાસનાં વાવ તાલુકાનાં મીઠાવિચારણા ગામની સીમમાં તીડ ત્રાટક્યા હોવાની વિગતો સામે આવી રહી છે. બનાસકાંઠામાં ફરી તીડ આવ્યાનાં સમાચારથી સમગ્ર પંથકમાં ચિંતાની ચાદર પથરાઇ ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, હાલની સિઝનને જોતા ખેતરોમાં વધુ વાવેતર ન હોવાથી નુકશાનની શકયતા ઓછી જોવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં હરિયાણા – રાજસ્થાનથી માંડીને છેક રાજધાની દિલ્હી સુધીના વિસ્તારોમાં તીડ આતંક મચાવી રહ્યા છે અને લાખો કરોડોનું નુકસાન કરી ચૂક્યા છે. ત્યારે વાવ પંથકમાં તીડની રીએન્ટ્રીથી ગભરાયેલા ખેડૂતો તીડ ભગાડવા ટ્રેકટર ચલાવી કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, સામાન્ય રીતે પાકિસ્તાન તરફથી ઉનાળાનાં સમયમાં તીડ ભારતનાં સરહદી રાજ્યોમાં ત્રાટકતા હોવાનું નોધવામાં આવતું હોય છે. જ્યારે પાછલા થોડા સમયથી ભારતનાં સરહદી પથકમાં અને ખાસ કરીને ગુજરાતનાં પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં વારંવાર તીડ આવતા ખેડૂતો ભારે પરેશાન જોવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews